શ્રી પ્રમુખ સ્વામી વિદ્યાલય શાળા નંબર 2 -સામુદાયિક ભાગીદારી દિવસ અંતર્ગત શાળામાં આરોગ્ય કેન્દ્ર બોટાદ દ્વારા દરેક વિદ્યાર્થીઓને હિપેટાઇટિસ બી દિવસ ની ઉજવણી કરાઇ
( ચિંતન વાગડીયા બોટાદ બ્યુરો)
આજ રોજ શ્રી પ્રમુખ સ્વામી વિદ્યાલય શાળા નંબર 2 - બોટાદમાં ધોરણ 6 થી 8 માં શિક્ષા સપ્તાહ અંતર્ગત દિવસ 7 એટલે કે "સામુદાયિક ભાગીદારી દિવસ" અંતર્ગત શાળામાં આરોગ્ય કેન્દ્ર બોટાદ દ્વારા દરેક વિદ્યાર્થીઓને હિપેટાઇટિસ બી દિવસ ની ઉજવણીના ભાગરૂપે દરેક વિદ્યાર્થીને હિપેટાઇટિસ થવાના કારણો,તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કરવામાં આવ્યા. બાળકોને ચોમાસાની ઋતુમાં માખી અને મચ્છરથી ફેલાતા રોગો તથા તેનાથી બચવા માટેના ઉપાયો ની સમજણ આપવામાં આવી. શાળામાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ ઘટે તે માટે આરોગ્ય વિભાગ સાથે મળી જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો.આ ઉપરાંત,શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ કેવી રીતે બનાવવી તેનો સેમિનાર ગોઠવવામાં આવ્યો જેમાં બાળકો રૂમ સુશોભનની વસ્તુઓ બનાવતા શીખ્યા. વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ માટે જરૂરી પ્રોટીનથી ભરપૂર એવા "કઠોળ દિવસ"ની ઉજવણી કરવામાં આવી અને હવે પછી દરેક સોમવારે કઠોળ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું.આમ શિક્ષા સપ્તાહના અંતિમ દિવસ એટલે કે સામુદાયિક ભાગીદારી દિવસે આરોગ્ય વિભાગ,શિક્ષણવિદ ની મુલાકાત તથા સામુહિક ભોજન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી.બાળકોએ ખૂબ મજાથી દિવસની ઉજવણી કરી. આમ,શિક્ષા સપ્તાહની ઉજવણી, શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રોના માર્ગદર્શન નીચે ખૂબ સુંદર રીતે કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.