ગઢડા તાલુકાના ઉગામેડી રોડ પર ઝુંપડપટ્ટી વિસ્તારના શિક્ષણથી વંચિત બાળકો હોવા અંગેના બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની જરૂરી સ્પષ્ટતા
ગઢડા તાલુકાના ઉગામેડી રોડ પર ઝુંપડપટ્ટી વિસ્તારના શિક્ષણથી વંચિત બાળકો
હોવા અંગેના બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની જરૂરી સ્પષ્ટતા
------------------
માહિતી બ્યુરો, બોટાદ તા.૧ :- બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી રોડ પર ઝુંપડપટ્ટી વિસ્તારના શિક્ષણથી વંચિત બાળકો હોવા અંગેના તાજેતરમાં કેટલીક ન્યુઝચેનલોમાં પ્રસારિત થયેલા એ અહેવાલ વિષે બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તરફથી જરૂરી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, ઉક્ત અહેવાલ અંગેની જાણકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ધારાબેન પટેલના ધ્યાને આવતાં તરત ગઢડા બી.આર.સી.ભવનને જાણ કરીને આવા બાળકોના પ્રવેશ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા અંગેની સુચના આપતા ગઢડા બી.આર.સી. ભવનનો સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચેલ અને તેમની કેન્દ્ર વર્તી શાળાના આચાર્યશ્રી અને તેમના સ્ટાફને બોલાવીને સર્વે કરાવવામાં આવતા આવા તમામ બાળકોને RTE એક્ટ મુજબ વય મર્યાદાને ધ્યાન લઇને કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર પ્રવેશ આપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને તેઓને તા.૨૯/૦૬/૨૦૨૨ ના રોજ પ્રવેશ પણ આપી દેવામાં આવેલ છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની આવા બાળકો પ્રત્યેની સંવેદનાને ચોતરફ આવકારો પ્રાપ્ત થયેલ છે જેને લઇને આ બાળકોના વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમ ઉક્ત સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે.
૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.