આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાંભણ પ્રાથમિક શાળામાં બાળકોને કાયદાકીય માહિતી આપવામાં આવી
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની રૂપે બોટાદ જિલ્લા મહિલા બાળ વિકાસ વિભાગ મહિલા પોલીસ સ્ટેશન તેમજ રૂરલ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ભાંભણ પ્રાથમિક શાળામાં બાળકોને કાયદાકીય માહિતી આપવામાં આવેલ
બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરી સાહેબ,એસ.પી સાહેબ કિશોર બલોલીયા સાહેબ,દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ પી.આર.મેટાલિયા સાહેબ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ વી.એલ સાકરીયા સાહેબના માર્ગદર્શન મુજબ ભાંભણ પ્રાથમિક શાળામા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને કિશોરીઓને હાઇજીન વિષે માહિતી આપવામાં આવેલ ત્યાર બાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકબેન મકવાણા દ્વારા ગુડ ટચ બેડ ટચ ઉપરાંત લગ્નની ઉંમર અને પોસ્કો એક્ટ અંગે સમજ કરવામાં આવેલ મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારી સુરપાલભાઈ ગોહિલ દ્વારા બાળકોને વિવિધ હેલ્પલાઇન 100,112,1930,1098 તેમજ સાયબર સેફટી વિષે માહિતી આપવામાં આવેલ 181 ના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન દ્વારા 181 મદદ તેમજ એપ્લિકેશન વિષે માહિતી આપવામાં આવેલ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નયનાબેન ડાભી દ્વારા શી ટીમ તેમજ રૂરલ પોલીસ સ્ટેશનની કામગિરી વિષે માર્ગદર્શન આપેલ સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન મારું દ્વારા સખી વનસ્ટોપ સેન્ટરમા અપાતી આશ્રય સબંધિત તેમજ કાયદાકીય માહિતી આપેલ વુમન એમ્પવાર મેન્ટ હબના સોલંકી મહેશભાઈ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શાળાનો આભાર વ્યક્ત કરેલ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શાળાના આચાર્ય શૈલેષભાઈ કણજરીયા તેમજ તમામ શિક્ષક ગણ ઉપસ્થિતિ રહેલ કાર્યક્રમમા 232 વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર કાર્યક્રમ નિહાળેલ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.