રાધાકૃષ્ણ નગર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
રાધાકૃષ્ણ નગર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ ૨ માં રાધાકૃષ્ણ નગર ( પાંચ પડા ) વિસ્તાર માં ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દિનેશભાઈ હરીપર ( પૂર્વ પાણી પુરવઠા ચેરમેન ), ચંદન બેન પટેલ ( નગર પાલિકા સભ્ય ), રીટા બેન દવે ( બોટાદ જિલ્લા મહિલા મોરચા ઉપ પ્રમુખ ) , રસમિતા બેન પટેલ ( બોટાદ જિલ્લા મહિલા મોરચા મહા મંત્રી ), નીતા બેન લાખાણી ( બોટાદ જિલ્લા મંત્રી), વનરાજ ભાઈ રાઠોડ ( નગર પાલિકા સભ્ય ),ડી.એમ. પટેલ ( પૂર્વ ચેરમેન એ.પી.એમ.સી . બોટાદ ), જોરૂ ભાઈ ધાધલ ( પૂર્વ ચેરમેન એ.પી.એમ.સી . બોટાદ), ધીરુ ભાઈ રાછડિયા , જેશિંગ ભાઈ લકુમ ( પૂર્વ નગર પાલિકા પ્રમુખ ) , અર્જુનભાઈ નિમાવત ( બોટાદ શહેર યુવા પ્રમુખ ) નિતેશ ભાઈ માંથોલિય ( બોટાદ શહેર યુવા મંત્રી ) તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ દિનેશ ભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. તેમજ બોટાદ શહેર યુવા પ્રમુખ અર્જુન ભાઈ નિમાવત દ્વારા ૧ ડિસેમ્બર ભાજપ ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી તેમજ ગુજરાત રાજ્ય વિવિધ વિકાસ કાર્ય ની માહિતી આપી. તેમજ ધીરુ ભાઈ પણ ભારતીય જનતા પાર્ટી વિવિધ યોજનાઓનો અને વિવિધ ધાર્મિક સંસ્થઓ ના વિકાસ ની વાત કરી બોટાદ માંથી જંગી બહુમતીથી વિજયી બને એ માટે અપીલ કરી હતી. નીતા બેન લાખાણી ગુજરાત સરકાર ની મહિલા લક્ષી વિવિધ યોજનાઓનો અને ખાસ કરી સરકાર શ્રી ની મહિલા લક્ષી વિવિધ યોજનાઓનો અને બહનો ની સુરક્ષા આપતી ભરોસા ભાજપ સરકાર ની વાત કરી આપડા ઉર્જાવાન ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમ માં ખૂબ મોટી સંખ્યા માં બેહનો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ સુરત ના જાણીતા ઉદ્યોગ પતિઓ ની વિશેષ હાજરી વચ્ચે ભવ્ય મહિલા સંચાલિત કાર્યાલય ની મુલાકાત લીધી. આ એક માત્ર બોટાદ વિધાન સભા મહિલા સંચાલિત મહિલા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવી છે. ઉપસ્થિતિ માતા શ્રીઓ તેમજ બહેનોએ જંગી બહુમતી વિજય બનાવશુ એવો સંકલ્પ લીધો હતો.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.