વિસાવદર રેલવેના વિવિધ પ્રશ્નો અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીય રેલવે મંત્રી સહિતનાંને લેખીત રજુઆત - At This Time

વિસાવદર રેલવેના વિવિધ પ્રશ્નો અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીય રેલવે મંત્રી સહિતનાંને લેખીત રજુઆત


વિસાવદર રેલવેના વિવિધ પ્રશ્નો અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીય રેલવે મંત્રી સહિતનાંને લેખીત રજુઆત

વિસાવદરતા. વિસાવદરને ભારત દેશમાં કદાચ સમાવેશ થતો નહિ હોય તેવી લાગણી અહીંના વિસ્તારની પ્રજાના લોકોની છે અહીંના કોઈપણ વિકાસના કામો થતા નથી વિસાવદરમાં અન્ય કચેરીઓની સાથોસાથ રેલવે તંત્ર પણ વિસાવદરને અન્યાય કરવાનો એક મોકો ચૂકતું ન હોય તે રીતે 'અન્યાય પે અન્યાય' એવી પરિસ્થિતિ ઉભી થયેલ છે રેલવે તંત્ર દ્વારા ગુજરાતની તમામ ટ્રેનો કોરોના કાળ માં બંધ કરેલી હતી તે ચાલુ કરેલ અને જ્યારે વિસાવદર પંથકના લોકો ઉપવાસ ઉપર બેસે અને રેલ રોકવાની તૈયારીઓ થાય ત્યારે રેલવે તંત્ર લોલીપોપ આપતી રહી છે. તેથી આ બાબતે ચેમ્બર ઓફ કોમર્શના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર તથા મંત્રી લલિતભાઈ ભટ્ટ દ્વારા વડાપ્રધાન, રેલવે મંત્રી વિગેરેને જાણ કરી જણાવેલ કે,વિસાવદર નું રેલવેના પ્લેટફોર્મ, બાંકડા,પ્લેટફોર્મ ઉપરના બન્ને સાઈડના રોડ મુકવા બાબતે રજુઆત કરેલી છેઆ અંગે ભાવનગર ડિવિઝન મેનેજર,ડી.આર.એમ,જુનાગઢ તથા અમરેલીના સાંસદ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ના ને જાણ કરી વિસાવદર-જુનાગઢ વચ્ચેના ૪૨ કિમિ.ના બ્રોડગેઝ નો પ્રશ્ન વર્ષોથી લટકતો હોય દરેક વખતે જાહેરાત કરવામાં આવે છે પણ કામ કરવામાં આવતું ન હોયઅને આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિસાવદર પંથકના લોકોએ આ ચૂંટણીનો બહિષ્કાર કરવો પડશે અને જ્યાં સુધી કામ ચાલુ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરવામાં આવેલ હોવાનું ચૅમ્બર ઓફ કોમર્સની એક યાદીમાં જણાવાયું છે.આ ઉપરાંત લેખીત રજુઆત માં જણાવવામાં આવેલ છે કે પ્લેટફોર્મ ની આજુબાજુ માં ગંદકી તથા ઝાડી ઝાંખરા વધી ગયેલા છે અને તેમાં દેશી દારુ ની કોથળીઓ પડેલી છે આ રેલવે સ્ટેશનમાં પુરતી લાઈટો નથી અને છે તે બંધ રાખવામાં આવે છે તેથી આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા રજુઆત કરેલ છે.ઉપરોક્ત બાબતે તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં લેવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર તથા સેક્રેટરી લલિતભાઈ ભટ્ટ ની સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.