અનુરાગ કશ્યપને એક રાત જેલમાં વિતાવવાનો વારો આવ્યો:માણસને મારી હતી થપ્પડ; દારૂ પીવાના ગુનામાં પણ થઈ હતી ધરપકડ - At This Time

અનુરાગ કશ્યપને એક રાત જેલમાં વિતાવવાનો વારો આવ્યો:માણસને મારી હતી થપ્પડ; દારૂ પીવાના ગુનામાં પણ થઈ હતી ધરપકડ


અનુરાગ કશ્યપે હાલમાં એ દિવસનો ઉલ્લેખ કર્યો જ્યારે તેને જેલમાં એક રાત વિતાવવી પડી હતી. હકીકતમાં તેમણે એક વ્યક્તિને થપ્પડ મારી હતી, જેના કારણે તેમને આખી રાત લોકઅપમાં રહેવું પડ્યું. આ કારણે એક રાત જેલમાં વિતાવવી પડી હતી
યુટ્યુબર સમય રૈના સાથેની વાતચીતમાં અનુરાગ કશ્યપે કહ્યું, 'હા, હું જેલમાં ગયો છું. મેં એક ખોટા માણસને થપ્પડ મારી હતી. જેના કારણે મારે એક રાત જેલમાં વિતાવવી પડી હતી. જે માણસે મને જેલમાં નાખ્યો એ જ માણસ છે જેણે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. તેમને જ મને બહાર પણ કાઢ્યો હતો. સાઉદી અરેબિયામાં દારૂ પીવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી
થોડા સમય પહેલાં અનફિલ્ટર્ડ વિથ સમદીશના એક એપિસોડમાં અનુરાગે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે તેની સાઉદી અરેબિયામાં દારૂના નશામાં ધરપકડ કરવામાં આવી હતી. કહ્યું, જ્વાળામુખી ફાટવાના કારણે ડેનમાર્કથી કોઈ ફ્લાઈટ નહોતી. હું ખૂબ થાકી ગયો હતો. ટિકિટ મળ્યા બાદ મારે 5 કલાક રાહ જોવી પડી હતી. તે સમયે મારી પાસે દારૂની બોટલ હતી. હું લાઉન્જમાં ગયો અને પીવા લાગ્યો. થોડા સમય પછી ફ્લાઈટમાં ચઢતા જ હું બેહોશ થઈ ગયો. ત્યારબાદ સાઉદી અરેબિયામાં ઊતરતી વખતે મારી ધરપકડ કરવામાં આવી હતી કારણ કે હું નશામાં હતો. મારી ધરપકડ બાદ પૂછપરછ પણ કરવામાં આવી હતી. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અનુરાગ કશ્યપ હાલમાં જ Disney+ Hotstar સિરીઝ 'Bad Cop' માં અભિનય કરતો જોવા મળ્યો છે. ગુલશન દેવૈયા, હરલીન સેઠી અને સૌરભ સચદેવા પણ તેમાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.