શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવને પૂર્ણિમાના પવિત્ર દિવસે દિવ્ય અને ભવ્ય રીતે પૂર્ણિમા પૂજન (ષોડશોપચાર) કેવળ ને કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે આશીર્વાદ માટે કરવામાં આવે છે - At This Time

શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવને પૂર્ણિમાના પવિત્ર દિવસે દિવ્ય અને ભવ્ય રીતે પૂર્ણિમા પૂજન (ષોડશોપચાર) કેવળ ને કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે આશીર્વાદ માટે કરવામાં આવે છે


ષોડશોપચાર પદ્ધતિ પ્રમાણે પૂજા 16 ચરણોમાં કરવામાં આવે છે ⁠ભોજન, અર્ઘ્ય, આમચન, સ્નાન, વસ્ત્રો, આંતરવસ્ત્રો (યજ્ઞોપવીત અથવા પવિત્ર દોરો), આભૂષણો, સુગંધ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, સ્તુતિ, તર્પણ અને નમસ્કાર કરી શ્રી હનુમાનજી મહારાજની દિવ્નેય આરતી કરી દાદાને પ્રસન્ન કરવામાં આવે છે આ પૂજન અંદાજે ૧ કલાક સુધી ચાલે છે આ ષોડશોપચાર પૂજન શ્રી સાળંગપુર ધામમાં દર પૂર્ણિમાના દિવસે સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી કરવામાં આવે છે. પૂજનના અંત ભાગમાં દાદા ની ભવ્ય રીતે સમૂહ સંધ્યા આરતી કરવામાં આવે છે સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં સાંજે 05:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું ફૂલોનો શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે 7:0 કલાકે શ્રી કષ્ટભંજનદેવની સંધ્યા આરતી કોઠારી વિવેકસાગરદાસજીસ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એવં સંતોના આ અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.