પંચમાં રહેવાની દાજ રાખી બગડના રાજેશભાઈ મકવાણા પર પર હુમલો - At This Time

પંચમાં રહેવાની દાજ રાખી બગડના રાજેશભાઈ મકવાણા પર પર હુમલો


પંચમાં રહેવાની દાજ રાખી બગડના શખ્સ પર હુમલો

બોટાદ જિલ્લાના રાણપુરના બગડ ગામે રહેતા રાજેશભાઈ કેશવભાઈ મકવાણાને સાંજના પાંચેક વાગ્યાનીઆસપાસ તેઓ બગડ જવાના રસ્તા પર આવેલા અક્ષરવાડી પાસે પહોંચતા તે સમયે બગડ તરફથી એક સફેદ કલરની શિફ્ટ કાર આવી મોટરસાયકલ સામે ઉભી રાખી સાત શખ્સોએ પાઇપ, તિક્ષ્ણા હથિયારો ધોકા વડે હૂમલો કરી નાસી છૂટ્યા હતા. જાળીલા ગામે થયેલા હત્યાનાં બનાવમાં પંચ તરીકે હોય જેની દાઝ રાખીને હૂમલો કર્યો હોવાની જાણકારી મળી રહી છે આ સાતેયશખ્સો વિરુદ્ધ કલમ 307, 325, 324, 427, 143, 147, 148, 149, 506-2, તથા એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.