ઈસરોના સૌથી નાના સેટેલાઈટ એસએસએલવીનું લોન્ચિંગ નિષ્ફળ - At This Time

ઈસરોના સૌથી નાના સેટેલાઈટ એસએસએલવીનું લોન્ચિંગ નિષ્ફળ


શ્રીહરિકોટા, તા.7'આઝાદીના અમૃત મહોત્સવ' પ્રસંગે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો)એ રવિવારે દેશનું સૌથી નાનું રોકેટ સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું, પરંતુ આ રોકેટ તેના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહીં. એસએસએલવી-ડી૧ પૃથ્વીની સર્ક્યુલર ઓર્બિટની જગ્યાએ એલિપ્ટિકલ ઓર્બિટમાં સ્થાપિત થયું હતું.ઈસરોએ જણાવ્યું હતું કે, આઝાદીસેટ નામથી ઓળખાતા રોકેટ સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (એસએસએલવી)ના બધા જ તબક્કા સામાન્ય રહ્યા, પરંતુ તેણે જે ઓર્બિટમાં સ્થાપિત થવાનું હતું, ત્યાં સુધી પહોંચી શક્યું નહીં. આ સેટેલાઈટ હવે કોઈ કામનો નથી રહ્યો. તેના નિષ્ફળ જવાનું કારણ શોધવામાં આવશે અને તેના સમાધાન માટે પગલાં લેવાશે.ઈસરોએ કહ્યું કે, એસએસએલવી-ડી૧ના લોન્ચિંગમાં થયેલી ભૂલનું વિશ્લેષણ કરીને ટૂંક સમયમાં જ એસએસએલવી ડી-૨ લોન્ચ કરાશે. સેટેલાઈટના લોન્ચિંગમાં સેન્સરની ગડબડના કારણે તેની દિશા બદલાઈ ગઈ. જેથી એસએસએલવી-ડી૧ સેટેલાઈટ ૩૫૬ કિ.મી ઠ ૭૬ કિ.મીની એલિપ્ટિલ ઓર્બિટમાં પ્લેસ થઈ ગયો જ્યારે તેને ૩૫૬ કિ.મી.ની સર્ક્યુલર ઓર્બિટમાં સ્થાપિત કરવાનો હતો.   હવે આ સેટેલાઈટનો ઉપયોગ થઈ શકશે નહીં.ઈસરોએ સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હિકલથી દેશના ૭૫૦ ગ્રામીણ વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ સેટેલાઈટ પણ લોન્ચ કર્યો હતો. આ મિશનને ઐતિહાસિક બનાવવાની તૈયારી હતી, કારણ કે તેની સફળતાની સાથે જ સ્મોલ સેટેલાઈટ લોન્ચિંગ માટે દુનિયાની નજરો ભારત તરફ હોત. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું, એસએસએલવી-ડી૧એ બધા તબક્કામાં અપેક્ષિતરૂપે સારો દેખાવ કર્યો હતો. જોકે, મિશનના અંતિમ તબક્કામાં ડેટામાં કંઈક મુશ્કેલી આવી હતી. અમે એક સ્થિર કક્ષા મેળવવાના સંબંધમાં મિશનના અંતિમ પરિણામને સમાપ્ત કરવા માટે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ.એસએસએલવી ૩૪ મીટર લાંબો હતો, જે પીએસએલવીથી લગભગ ૧૦ મીટર નાનો છે અને પીએસએલવીના ૨.૮ મીટરની સરખામણીમાં તેનો વ્યાસ બે મીટર છે. પીએસએલવીનું વજન ૩૨૦ ટન છે જ્યારે એસએસલવીનું વજન ૧૨૦ ટન છે. પીએસએલવી ૧૮૦૦ કિલો વજનનું પેલોડ લઈ જઈ શકે છે. દેશમાં હાલ આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના પ્રસંગે આઝાદીનો અમૃતમહોત્સવ ચાલી રહ્યો છે તેના ભાગરૂપે ઈસરોએ પણ આ મહોત્સવમાં જોડાતા ૭૫૦ વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી હતી. આ સાથે જ આ એક અનોખો પ્રયોગ હતો, કારણ કે તેનું લોન્ચિંગ સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હિકલથી થશે, જે ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી હશે. ૫૦૦ કિલો સુધીના ઉપગ્રહ લોન્ચ કરવામાં આ વ્હિકલ મોટી ભૂમિકા ભજવી શકે છે. જોેકે, ઈસરોએ આશ્વાસન આપ્યું છે કે આ ભૂલમાંથી બોધપાઠ શીખીને તે ટૂંક સમયમાં જ એસએસએલવી ડી૨ લોન્ચ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.