પેરેન્ટસ, પુત્રો, પત્ની, પરિવાર, પૈસા બચાવવા હોય તો પ્રકૃતિને બચાવા માટે વરસાદી પાણીને બચાવવું જ પડશે. - At This Time

પેરેન્ટસ, પુત્રો, પત્ની, પરિવાર, પૈસા બચાવવા હોય તો પ્રકૃતિને બચાવા માટે વરસાદી પાણીને બચાવવું જ પડશે.


પેરેન્ટસ, પુત્રો, પત્ની, પરિવાર, પૈસા બચાવવા હોય તો પ્રકૃતિને બચાવા માટે વરસાદી પાણીને બચાવવું જ પડશે.

રાજકોટ વિશ્વ જળ દિવસે દરેક લોકોએ સંકલ્પ કરવો જોઈએ આજે બેંગલોર, સીલીકોન વેલી, આફ્રિકા કે ભારતમાં અનેક વિસ્તારોમાં લોકો પાણી માટે વલખા મારે છે. પુરા વિશ્વમાં પ્રકૃતિના નિયમ અનુસાર વરસાદ પડે છે. તેમાય ભારતમાં જરૂરિયાત કરતા અનેક ગણો વરસાદ પડે છે. પણ આપણે કુદરતી સાવ સરળતાથી અને મફતમાં મળતી સંપત્તિને બચાવવા જાગૃતિનો અભાવ છે. તો આપણે જાગૃત થવું જોઈએ કે સૌથી ઉપયોગી એટલે કે જેના વિના જીવવું અશક્ય છે. પ્રકાશ, પ્રકૃતિ અને પાણી અઢળક છે પણ આપણે આધુનિકતા તરફ વળતા કુદરતી સંપત્તિનો સદ્દ ઉપયોગ ભૂલતા જઈએ છીએ. જેમ વરસાદી પાણી અઢળક છે પણ સ્ટોરેજ કરી જમીનમાં ઉતારવાની જગ્યાએ જમીનમાંથી ખારૂ, તુરૂ, કડવું પાણી ગાંડાની જેમ ઉલેચીને સંપૂર્ણ પ્રકૃતિમાં રહેતા વિશ્વના દરેક જીવોને બિમારીમાં ધકેલી દીધા છે અને હાલમાં ગુજરાતમાં મધ્યપ્રદેશમાંથી આવતી નર્મદા નદી પર સરદાર સરોવર બાંધીને ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં, શહેર અને ગામડાઓમાં કરોડો રૂપિયા ખર્ચીને પાણી પહોંચાડવામાં આવે છે. જેમાં પાઈપલાઈન દ્વારા મોટા ડેમો ભરવામાં આવે છે. તેમાં પણ મોટી મોટી ઈન્ડસ્ટ્રીઝમાંથી ઝહેરીલું કેમીકલ પાણીમાં ભળવાથી અનેક જીવો મૃત્યુ પામે છે અને માનવ જાત રોગીષ્ટ બને છે. ત્યારે આપણને કુદરતી રીતે વરસાદ સ્વરૂપે મળતું પાણીને યોગ્ય રીતે ઉપયોગ કરીને વિશ્વ જળ દિવસ ઊજવીએ.જો માનવજાત ધારે અને પોતાના વિચારો બદલે તો કાલ્પનિક દુનિયાના બદલે જીવનમાં સૌથી ઉત્તમ હોય એવું કાર્ય એટલે કે વરસાદી પાણીને યોગ્ય રીતે મેનેજમેન્ટ કરીને બચાવી શકે તેમ છે ૧ ખેતીમાં પેસ્ટીસાઈડ દવા અને ઝેરી ખાતર બંધ કરી પશુ આધારીત પ્રાકૃતિક ખેતી કરીએ.
૨. ખેતરમાં ખેત તલાવડી કરીને કિંમતી કાપ દરિયામાં જતા રોકીએ.૩ નદી-વોકળામાં દબાણો થતા અટકાવી કુદરતી પાણીના સ્ત્રોત જાળવી રાખીએ અને નદી કે વોકળામાં ચેકડેમો બનાવી પાણી બોરકૂવા દ્વારા જમીનમાં ઉતારીએ.૪ મકાન, બંગલા, ફલેટના અગાસી, ફળીયાનું પાણી બે વર્ષ સુધી પીવા-રાંધવામાં ઉપયોગી થાય તેટલા પાણીના ટાંકા બનાવીને સ્ટોરેજ કરીને ઓવરફલોનું પાણી બોરમાં રી-ચાર્જ કરીએ.૫. ખેતીમાં પાકને પુરૂ પાણી અને પોષણ મળે તેના માટે ડ્રીપ અને ફુવારા પધ્ધતિથી ખેતી કરીએ.૬.વાડી, સમાજ, હોલ, પાર્ટીપ્લોટ, ઓફીસ, ફેકટરીમાં કે ઘરમાં નળ, વાલ, લીકેજ પાણી બંધ કરીએ.૭ સોસાયટી, સરકારી કચેરી, સ્કૂલો, ઈન્ડસ્ટ્રીઝ, ગાર્ડન વગેરે જગ્યામાં કુવા, બોર દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારીએ.૮ પીવાના પાણીના ગ્લાસ નાના રાખીએ.
૯ વોશીંગ મશીન, ઓટો પ્લાન કે ટોઈલેટના પાણી રી-સાયકલ કરી યોગ્ય રીતે સદઉપયોગ કરીએ. ૧૦. રોડ અને રેલ્વેમાં જે પત્થર અને ટાસ વપરાય છે તે ડુંગર તોડવાની જગ્યાએ તેજ વિસ્તારમાં ચેક ડેમ
અને કુવા બનાવી અને વરસાદી પાણીનો સ્ટોરેજ વધારી શકાય છે.વિશ્વના કરોડો જીવોને ખતરામાં મુકનાર સ્વાર્થી માનવજાત કાલ્પનીક દુનિયામાં જીવીને રોગીષ્ટ બનતી જાય છે. જેમ માણસ બિમાર પડે ત્યારે તેને ઓકિસજનની કિંમત સમજાય છે અને મૃત્યુ પછી એક ટીપુ પણ પાણી ન પીનાર મડદાને પાવા માટે સગાસબંધી દૂર દૂર એટલે કે બોમ્બે, પુના કે બેંગ્લોર, દિલ્હી જેવા સ્થળેથી આવે અને એક ચમચી પાણી પાઈને પોતાની જાતને ધન્ય માને છે. જો આવી જાગૃતિ કુદરતી સ્ત્રોત હવા, પ્રકાશ અને વરસાદી પાણી માટે હોય તો એક જ વર્ષમાં પાણી પ્રશ્ન કાયમી હલ થાય અને ભારત દેશની આર્થિક સમૃધ્ધિમાં ખૂબ જ મોટો વધારો થાય.તેમ દિલીપભાઈ પટેલ રાજકોટ જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.