ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં જસદણના આગેવાનોએ આપી ઉપસ્થિતી - At This Time

ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં જસદણના આગેવાનોએ આપી ઉપસ્થિતી


ગોંડલ નાગરિક બેંકનાં ડિરેક્ટરોની ચૂંટણીમાં આજ રવિવારે મતદાનના દિવસે ગોંડલ ખાતે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને સક્રિય આગેવાન જયરાજ સિંહ જાડેજા સાથે રૂબરૂ મુલાકાત કરતા રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી, ગોડલાધારના સરપંચ અને જસદણ જીનિંગ એસો.નાં પ્રમુખ અશોકભાઈ એમ. ચાવ. તેઓ સાથે જસદણ- વીંછિયા તાલુકાનાં અનેક આગેવાનો, કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તેમના પતિ જયરાજ સિંહ જાડેજાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ભાજપ પ્રેરિત પેનલ આયોજનબદ્ધ રીતે ચૂંટણી લડી રહી છે. ૫૮ હજારથી વધુ સભાસદ ધરાવતા બેંકનાં સદસ્યો જીતનો તાજ ભાજપ પ્રેરિત પેનલને પહેરાવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.