જસદણના યુવા ધારાશાસ્ત્રી જલ્પાબેન કુબાવત નોટરી તરીકે નિમાયા: ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા - At This Time

જસદણના યુવા ધારાશાસ્ત્રી જલ્પાબેન કુબાવત નોટરી તરીકે નિમાયા: ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના યુવા ધારાશાસ્ત્રી અને જસદણ નગરપાલિકા વોર્ડ નંબર ૨ ના પુર્વ સદસ્યા શ્રીમતી જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવત (મો.9909510066) તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવતાં તેમને રાજયના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તાલુકા મહિલા આગેવાન ભાવનાબેન બાવળીયા, ઉધોગપતિ હરેશભાઈ આર ધાધલ સહિતના વિવિધ આગેવાનો અને કાર્યકરોએ ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા કરી હતી જસદણ નગરપાલિકાના સભ્ય અને એડવોકેટ તરીકે બેનમૂન કામગીરી કરી જબરજસ્ત લોકચાહના મેળવનાર જલ્પાબેનએ જણાવ્યું હતું કે નોટરી તરીકે નિમણુંક થયાં બાદ મારી સેવામાં જવાબદારી વધી છે આ કામ થકી સમાજના તમામ સમુદાય વર્ગ સાથે સેવા કરવાની મને એક વધું તક મળી છે. જલ્પાબેનને નોટરી તરીકે નિયુક્ત થતાં તેમને સામાજિક, સેવાકિય, રાજકિય, શૈક્ષણીક, વેપારી, ઓદ્યોગિક, જેવી સંસ્થાઓ દ્વારા શુભેચ્છા અને શુભકામના મળી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.