મતિરાળા ની શાળાઓ માં વ્યસન મુક્તિ વિશે ચિત્ર સ્પર્ધા નું આયોજન - At This Time

મતિરાળા ની શાળાઓ માં વ્યસન મુક્તિ વિશે ચિત્ર સ્પર્ધા નું આયોજન


મતિરાળા ની શાળાઓ માં વ્યસન મુક્તિ વિશે ચિત્ર સ્પર્ધા નું આયોજન

લાઠી ના મતિરાળા ની શાળાઓ માં વ્યસન મુક્તિ વિશે ચિત્ર સ્પર્ધા નું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જોશી અને લાઠી ના ડો. મકવાણા ના માર્ગદર્શન હેઠળ મતિરાળા, અકાળા અને લુવરિયા ની પ્રાથમિક શાળાઓ માં આરોગ્ય લક્ષી કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં અમરેલી આરોગ્ય શાખાના જયેશ રાજ્યગુરુ, નરેશ જેઠવા અને રિયાઝ મોગલ દ્વારા વિદ્યાર્થીઓ ને મલેરીયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગો થી સંરક્ષણ માટે માહિતી આપી તમાકુ ની સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો અને તમાકુ નિષેધ ના આર્થિક અને સામાજિક ફાયદાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી તમાકુ નિષેધ અંગે આરોગ્ય શિક્ષણ આપી ચિત્ર સ્પર્ધા નું આયોજન કરેલ હતું. જેમાં ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. દરેક શ્રેણી માં પ્રથમ ત્રણ ક્રમે આવનાર ૧૮ વિદ્યાર્થીઓ ને સ્કૂલ બેગ અને ભાગ લેનાર તમામને વ્યસનમુક્તિ ની પત્રિકાઓ, ડ્રોઈંગ શીટ, કલર વગેરે આપી કરી પ્રોત્સાહિત કર્યા હતા. ડો. હરિવદન પરમાર, ધર્મેશ વાળા દ્વારા પોષક આહાર, સ્વચ્છતા, કૃમિજન્ય રોગો અને તરુણાવસ્થા જન્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પેટા આરોગ્ય કેન્દ્ર પર મીટીંગ યોજી તમામ ગામો ની રાષ્ટ્રીય કાર્યક્રમો માં ચાલુ વર્ષ દરમિયાન લક્ષ્યાંક સામે થયેલ કામગીરી ની સમીક્ષા કરી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.