ઉત્તરાયણ પર ઘાયલ પક્ષીઓની સારવાર અને શહેરમાં વીજફોલ્ટની ફરિયાદ કરવા ટોલ ફ્રી નંબર જાહેર કરાયા
20થી વધુ પશુ દવાખાનામાં ટીમ ખડેપગે, PGVCLએ ટેક્નિકલ સ્ટાફ તૈનાત કર્યો.
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવો બનતા હોય છે ત્યારે તંત્ર દ્વારા પક્ષીઓની સારવાર માટે જિલ્લાના 20થી વધુ પશુ દવાખાનાઓમાં 30થી વધુ વેટરનરી ડોક્ટરોની ટીમ કાર્યરત રહેશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં કુલ 26 જેટલા સારવાર કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવામાં કરવામાં આવી રહી છે. તેમજ ઘાયલ પક્ષીઓને 5 જેટલી કરુણા એમ્બ્યુલન્સ, મહાનગરપાલિકા, પશુપાલન વિભાગના વાહનો દ્વારા પશુ દવાખાના સુધી લઇ જવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જ્યારે ઘાયલ પક્ષીઓની સારવાર માટે 1962 નંબર ઉપર જાણ કરી મદદ લઇ શકાશે. જ્યારે વીજ વાયરમાં ફસાયેલા પક્ષીઓ માટે 1800233155333 નંબર ઉપર સંપર્ક કરી શકાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.