વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં - At This Time

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં


સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ એવં પવિત્ર મકરસંક્રાંતિ પર્વ નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૧૪ જન્યુઆરી ૨૦૨૩ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પતંગના વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાના સિંહાસન,મંદિરને રંગબેરંગી પતંગ-ફીરકીનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ દાદાને મમરા-તલના લાડુ,કાળા-સફેદ તલ-દાળિયાની ચીકી,શીંગ-ખજુર-ડ્રાયફ્રૂટ,ટોપરા વિગેરના પાક,કચરિયું વિગેરેનો અન્નકૂટ ધરાવીને 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ.
મંદિરની ગૌશાળામાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે દિવ્ય ગૌ પૂજન ઉત્સવ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન ૧૦૮ ગાયોનું- યજમાનો એવં સંતો દ્વારા દિવ્ય પૂજનનું આયોજન કરવામાં આવેલ દિવ્ય ગૌ પૂજન અંતર્ગત ૧૦૮ ગૌ વંશ દર્શન, ૧૦૮ ગૌ વત્સ દર્શન, ગૌ ચરણ પ્રક્ષાલમ,કેસર જળથી સ્નાન, ગૌ અર્ધ્ય પ્રદાન,રેશમ વસ્ત્ર સમર્પણ, ગૌમાતાને ગોળની મીઠાઈઓનો ગૌશાળ,પુષ્પવૃષ્ટિ, ગૌ મહાનીરજનમ તથા ગૌપાલક પૂજન વિગેરેનું આયોજન કરવામાં આવેલ.
મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞની પૂર્ણાહુતી બપોરે ૧૧:૩૦ કલાકે કરવામાં આવેલ છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon