મોસમના બે રંગ, બપોરે અગ્નિ સાંજે જલ વર્ષા
રાજકોટમાં સવારથી જ ગરમી વધવા લાગી અને બપોર સુધીમાં પારો 43 ડિગ્રીને પાર થયો, સાંજે 5.30 વાગ્યા ત્યાં હવામાનમાં પલટો, 30 કિમીની ઝડપે પવન વીજળીના કડાકા ભડાકા સાથે ઝાપટું રામનાથપરામાં જોવા મળ્યું અલૌકિક દૃશ્ય, સુદર્શન ચક્ર ઉપર વીજળી ચમકી
રાજકોટ રંગીલું શહેર ગણાય છે અને હવે તો મોસમ પણ રંગીલી થઈ હોય તેમજ એક જ દિવસમાં ગરમી અને ચોમાસાનો અનુભવ કરાવ્યો હતો. સવારથી જ આકરી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયેલા શહેરીજનોને સાંજે ભારે પવન અને ઝાપટાંએ ભીંજવી દીધા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.