સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અંતર્ગત વૈશાલીનગર, ભવાનીનગર, શિવપરા તેમજ નુરાનીપરા ખાતે સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા ઘરમાં રહેલ બિનઉપયોગી વસ્તુઓનો ઉપયોગ કરી નવી વસ્તુઓ બનાવવામાં આવી - At This Time

સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અંતર્ગત વૈશાલીનગર, ભવાનીનગર, શિવપરા તેમજ નુરાનીપરા ખાતે સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા ઘરમાં રહેલ બિનઉપયોગી વસ્તુઓનો ઉપયોગ કરી નવી વસ્તુઓ બનાવવામાં આવી


રાજકોટ:- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અંતર્ગત વોર્ડ નં.૦૮ ખાતે વૈશાલીનગર, વોર્ડ નં.૧૨ માં ભવાનીનગર અને વોર્ડ નં.૦૯ માં શિવપરા તેમજ નુરાનીપરા વિસ્તારનાં સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા ઘરમાં પડી રહેલ બિનઉપયોગી વસ્તુઓનો ડેકોરેટીવ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં વેસ્ટ પૂઠા માંથી સુશોભિત વોલ હેન્ગીંગ, જુના કપડા/કાપડ માંથી ફેબ્રીક જ્વેલેરી, તોરણ, નાઈટ લેમ્પ, આર્ટીફીશ્યલ ફ્લાવર્સ, પ્લાસ્ટિક બોટલ્સ માંથી ફ્લાવરવાઝ, પ્લાન્ટ સ્ટેન્ડ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ માંથી તોરણ તથા ચા-ની વેસ્ટ કુલ્લડ માંથી ટોડલીયા, પર્સ, પૂઠા માંથી ડેકોરેટીવ મટકીઓ તથા ડેકોરેટીવ સાથીયા વગેરે વેસ્ટ વસ્તુઓનો સદુપયોગ કરીને તેનું નવીનીકરણ કરી ઘર ઉપયોગી કૃતિઓ સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા બનાવવામાં આવેલ હતી. સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા વેસ્ટ વસ્તુઓ કેશ હેર માંથી ઉત્પાદિત થતા કચરો જ્યાં ત્યાં ફેક્વાને બદલે તેનો ઉપયોગ કરીઘરમાંથી બિનજરૂરી વસ્તુઓનો ફરી ઉપયોગ કરી શહેરમાં વેસ્ટનું પ્રમાણ ઘટાડવાની દિશામાં એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરીને સફળ બનાવવા પ્રોજેક્ટ ઓફિસરશ્રી કાશ્મિરા વાઢેરનાં માર્ગદર્શનમાં સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર શ્રી જીતુભાઈ વ્યાસ, શ્રીદિપ્તીબેન આગરીયા, શ્રીમતિ નયનાબેન કાથડ, તથા SMID મેનેજરશ્રી શાંતિલાલ બથવાર અને NULM સમાજ સંગઠકશ્રી મોભેરા વર્ષાબેન, રાઠોડ જાગૃતિબેન, કોમલ ભાયાણી દ્વારા જહેમત ઉઠાવેલ હતી.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.