લાકડિયા પ્રાથમિક કુમાર શાળા માં આગ લાગે તો શું કરવું તેની મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ પ્રાથમિક કુમાર શાળા માં મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગ લાગે તો શું કરવું તેની મોક ડ્રિલ કરવામાં આવી જેમાં શાળામાં આગ ઓલવવા આગ શમન યંત્રોનો ઉપયોગ કર્યો હતો તમામ બાળકો સાથે શિક્ષક મિત્રો અને શાળા સલામતીની શોધ અને બચાવ સહિતની ટૂકડીઓ એ પોતાની ફરજ બજાવી હતી. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ્ય આપાતકાલીન પરિસ્થિતિ માં આગ લાગી હોય તો તેને કેવી રીતે પહોંચી વળવું અને આસપાસ ના જનજીવન તથા સંપતિ ને નજીવું નુકસાન થાય તેની કાળજી લય શકાય. તેમજ ઓલવવાની રીત વિશે બાળકો ને સમજાવવા માં સાનુકુળતા રહે
જેથી ફાયર અંગે બાળકો વાકેફ થાય સાથે શાળા સલામતી સમજે જે વધુ માં જણાવ્યું હતું તેમજ શાળા ના આચાર્ય શ્રી પ્રવિણભાઈ મચ્છોયા દ્વારા આગ લાગવાના પરિબળો ક્યાં જવાબદાર છે તે વિશે બાળકોને માહિતગાર કર્યા હતા
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.