માલા પ્રોજેકટ થી પાયમાલ ખેડૂતો ને સાંભળ્યા વગર રેકર્ડ માં કાચી નોંધી મૂકી દેવાય ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે ભારત માલા પ્રોજેક્ટ માં તંત્ર નું લોક સુનવણી એક ફારસ - At This Time

માલા પ્રોજેકટ થી પાયમાલ ખેડૂતો ને સાંભળ્યા વગર રેકર્ડ માં કાચી નોંધી મૂકી દેવાય ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે ભારત માલા પ્રોજેક્ટ માં તંત્ર નું લોક સુનવણી એક ફારસ


માલા પ્રોજેકટ થી પાયમાલ ખેડૂતો ને સાંભળ્યા વગર રેકર્ડ માં કાચી નોંધી મૂકી દેવાય

ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે ભારત માલા પ્રોજેક્ટ માં તંત્ર નું લોક સુનવણી એક ફારસ

વાસ્તવિકતા રિપોર્ટ રજૂ ન કરતા ખેડૂતો ઉશ્કેરાયા ગ્રામસભા ન બોલાવી જમીન સંપાદન ની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરાય નથી

ભારત માલા પ્રોજેક્ટ કલોલ-માણસાના ખેડૂતો વિરોધ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા
ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકામાંથી પસાર થઈ રહેલા ભારત માલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોમાં પહેલે થી જ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોના વાંધા સાંભળ્યા વગર જ તેમના જમીન રેકોર્ડમાં કાચી નોંધ પાડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે કલોલ અને માણસાના ખેડૂતો રજૂઆત માટે ગાંધીનગર કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માગણી કરી હતી.
બનાસકાંઠાના થરાદથી અમદાવાદ સુધી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે એટલે કે ભારત માલા પ્રોજેક્ટમાં ગાંધીનગર જિલ્લાના કલોલ, માણસા, ગાંધીનગર અને દહેગામ તાલુકાનાં ગામોની જમીન સંપાદિત થવાની છે. જેને લઈને ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને કોઈપણ સંજોગોમાં તેમની જમીન સંપાદિત ના થાય તે માટે મથી રહ્યા છે, પરંતુ બીજી બાજુ સરકાર અને તંત્ર પણ કોઈ પણ ભોગે ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવા માટે આગળ વધી રહ્યા છે. ત્યારે કલોલ અને માણસા તાલુકાનાં ગામોમાં ખેડૂતોના વાંધા સાંભળ્યા વગર જ તેમના જમીન રેકોર્ડમાં કાચી નોંધ પાડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
આ મામલે બાલવા ગ્રામ પંચાયત દ્વારા ખાસ જમીન સંપાદન અધિકારી અને કલોલ પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે ભારત રાજપત્રના નોટિફિકેશનમાં જે સર્વે નંબર દર્શાવવામાં આવ્યા છે જેમાં ૨૧ દિવસની અંદર લેખિતમાં ખેડૂતો દ્વારા પ્રાંત ઑફિસમાં વાંધો આપવાનો હોય છે. જોકે, તેની સુનાવણી હજી સુધી કરવામાં આવી નથી અને ગ્રામસભા પણ બોલાવવામાં આવી નથી. જમીન સંપાદનના નવા કાયદાની કલમ ૨૬ પ્રમાણે વાસ્તવિક બજાર કિંમત પણ નક્કી કરવામાં આવી નથી અને કોઈ પણ જાતનું જોઈન્ટ મેજરમેન્ટ પણ કરવામાં આવ્યું નથી. આ પ્રક્રિયા કર્યા પછી જ જમીન સંપાદન કરવાનું થાય છે. તેમ છતાં ૨૦ નવેમ્બરના રોજ ખેડૂતોની જમીનમાં સંપાદન અંગેની કાચી નોંધ પાડી દેવામાં આવી છે. તેથી આ ખેડૂતોએ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી પહોંચીને કલેકટરને રજૂઆત કરી તાત્કાલિક અસરથી આ કાચી નોંધ રદ કરી દેવા માટે માગણી કરી છે. ત્યારે આગામી દિવસમાં ખેડૂતો આ મુદ્દે આંદોલન કરે તો નવાઈ નહીં. થરાદ અમદાવાદ નેશનલ હાઈવે એટલે કે, ભારતમાલા પ્રોજેક્ટને લઈને છેલ્લાં બે વર્ષથી વિરોધનો વંટોળ ઉઠયો છે. ખેડૂતો જીવ આપી દઈશું, પરંતુ જમીન નહીંના સૂત્ર સાથે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તે વચ્ચે જિલ્લા વહિવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ દ્વારા આજે જિલ્લાનાં ૨૬ ગામોના ખેડૂતોની લોકસુનાવણી રાખવામાં આવી હતી. જેમાં પાણીના સેમ્પલ ખોટી રીતે લેવાયા હોવાની સાથે તેના રિપોર્ટ પણ ખોટા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને હોબાળો મચાવીને કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સભાનો બહિષ્કાર કર્યો હતો. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ લોક સુનાવણીમાં ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના લગભગ ૫૦૦ થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. શરૂઆતમાં પ્રોજેક્ટ અંતર્ગત વાત કરીને પ્રોજેક્ટર મારફતે આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં પર્યાવરણીય ફેરફાર તથા આવનારા દિવસોમાં થતા નુકસાન અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. જેમાં જિલ્લામાંથી બોરવેલ, નદી-નાળા અને તળાવમાંથી પણ પાણીના નમૂના લઈને તેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ રજૂ કરતા જ ખેડૂતો ઉશ્કેરાયા હતા અને કોઈ પણ ગામમાં સરપંચ કે તલાટીને જાણ કર્યા વગર સેમ્પલ લેવામાં આવ્યા છે, જે સેમ્પલની વિશ્વસનીયતા ઉપર પણ
ખેડૂતોએ સવાલ ઊભા કર્યા હતા અને તેનો રિપોર્ટ પણ ખોટો હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો. કલેક્ટર હાજર હોવાથી અધિકારીઓ પણ વારંવાર ખેડૂતોને શાંત રહેવાની અપીલ કરતા રહ્યા હતા, પરંતુ ખોટા રિપોર્ટ અંગે ખેડૂતોએ ઉગ્ર વિરોધ ચાલુ રાખ્યો હતો અને એક બાજુ અધિકારીઓ કાર્યવાહી કરતા રહ્યા હતા તો બીજીબાજુ ખેડૂતો સભાનો બહિષ્કાર કરીને મંડપની બહાર જતા રહ્યા હતા. અધિકારીઓનો દાવો છે કે, તેમણે કાર્યવાહી પૂર્ણ કરી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે, તેમણે વિરોધ કરતા અધિકારીઓ પણ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા.કુદરતી સંપત્તિ ની રક્ષા માટે સતત લોક જાગૃતિ માટે લોકસ્વરાજે આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રગટ કરી સરકાર ની ધરાર જમીન સંપાદન નિતીરીતિ વાસ્તવિક જમીન સંપાદન અધિનિયમ ના કાયદા ની જોગવાઈ ઓને અનુચર્યા વગર કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના જેવી સ્થિતિ કરાય રહી હોય માલા પ્રોજેકટ માટે ખેડૂતો ભલે પાયમાલ થાય ની નીતિ અપનાવી છે ખેડૂતો ભલે લડે જીવ દેશું જમીન નહિ પણ માલા પ્રોજેકટ ને જીવ અને જમીન બંને ચાલે વિકાસ વેગ રહેવો જોઈ કે નહીં ?

નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.