મહિસાગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
મહિસાગર જિલ્લાના લુણાવાડા મથક ખાતે જિલ્લા સેવા સદનના સભાખંડમાં રાજયના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્ય મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૨-૨૩ ના આયોજન અંગે મહીસાગર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે ગુજરાત પેટર્ન યોજના અંર્તગત વર્ષ૨૦૨૨-૨૩ ના કુલ રૂપિયા ૧૩૧૧ લાખની જોગવાઇ સામે ૨૯૧૪ લાખના ૨૨૭૧ થયેલ કામોનુ વિડિયો પ્રેઝન્ટેશન નિહાળયુ. આ ઉપરાતં થયેલા કામો જલદી થાય તે માટે જરૂરી કામોના અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જે તે વિભાગ ધ્વારા બાકીના કામો પ્રક્રિયા હાથ ધરવા તેમજ આ યોજના હેઠળ ફાળવવામાં આવનાર ગ્રાન્ટના કામો સમય મર્યાદામાં પુર્ણ કરવા જણાવ્યુ હતુ.
આ બેઠકમાં પ્રયોજના વહીવટદારશ્રી અસારીએ પ્રારંભમાં મંત્રીને આવકારી અને ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૨-૨૩ ના આયોજન જિલ્લામાં કરવાની કામગીરી અંગે વિડિયો પ્રેઝન્ટેશન દ્રારા માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રમીલાબેન ડામોર, લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવક, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણી,અધિક નિવાસી કલેકટરશ્રી સુથાર સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિ રહયાં હતા..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.