માળીયા હાટીનામાં ગાયને લમ્પી વાયરસ વકરતા હાટી ગૌ રક્ષક ગ્રુપ દ્વારા વિના મૂલ્યે સેવા શરૂ
માળીયા હાટીનામાં અંદાજીત 170 ગાયોને લમ્પી વાયરસના ભરડામાં
માળીયા હાટીનામાં જાહેર બજારમાં હરતી ફરતી ગાયોમાં લમ્પી વાયરસ દેખાતા હાટી ગૌ રક્ષક ગ્રુપ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ગાયોને બાટલા , ઇન્જેક્શન, દવા આપી વિના મૂલ્યે સારવાર આપવામાં છે, સાથે અંદાજીત 150 જેટલી ગાયોને વેકસીન આપવામાં આવી આ સારવાર સાથે સવાર સાંજ દવા સાથે લાડવા પણ આપવામાં આવે છે. પરંતુ હાલ હાટી ગૌ રક્ષક ગ્રુપને સરકાર દ્વારા વેકસીન કે સહાય આપવામાં આવેલ નથી, ગૌ નાનામે વાતુ કરતી સરકાર ધોર નિંદ્રા માંથી ક્યારે ઉઠી ગૌ સેવાને વ્હારે આવશે , આ બાબતે હાલતો ગૌ સેવા માટે દાતાઓ એ આગળ આવવાની જરૂરિયાત છે
માળીયા હાટીનામાં ગાયને લમ્પી વાયરસ વકરતા હાટી ગૌ રક્ષક ગ્રુપના ડો. હાર્દીક સીસોદીયા એ જણાવેલ કે માળીયા હાટીનામાં કોઈ પણ ગાયને લમ્પી વાયરસ દેખાઈ તો હાટી ગૌ રક્ષક ગ્રુપનો તુરંત ડો.હાર્દીક સીસોદીયા 8200245217, દિનેશભાઇ સીસોદીયા 9725571017, પૃથ્વીરાજ સીસોદીયા 9099128914 , જયવીર સીસોદીયા 9979258576 સંપર્ક કરવાનું જણાવ્યું
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.