CGST અધિકારીઓ દ્વારા ક્ષુલ્લક કારણોસર અપાતા સમન્સ પર બ્રેક - At This Time

CGST અધિકારીઓ દ્વારા ક્ષુલ્લક કારણોસર અપાતા સમન્સ પર બ્રેક


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવારસામાન્ય રેકોર્ડ બતાવવા જેવી ક્ષુલ્લક બાબતો માટે પણ કંપનીના ઉચ્ચ હોદ્દેદારોને સમન્સ આપવાના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓના વલણ પર જીએસટી ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા રોક લગાવવામાં આવી છે. ૧૭મી ઓગસ્ટે કેન્દ્રના નાણાં વિભાગે આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી છે.તેઓ જીએસટીઆર-૩બી અને એસટીઆર -૧ ફાઈલ કરવાને લગતા કારણો માટે પણ જાહેરક્ષેત્રની કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે પછી ચીફ ફાઈનાન્સઓફિસરને જ સીધા સમન્સ ઇશ્યૂ કરવામાં આવી રહી છે.  સમન્સ આપતા હોવાનું બહાર આવતા સમન્સ ઇશ્યૂ કરવા પર બ્રેક લગાવવામાાં આવી છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૩૨, ૧૩૩ હેઠળ કેટલાક લોકોને હાજર થવામાં આપેલી રાહતને પણ સમન્સ આપતી વેળાએ ધ્યાનમાં રાખવાની રહેશે.સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કલમ ૭૦માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ આ નોટિસો આપવામાં આવે છે. ૅજીએસટીઆર-૩બીમાં મહિના દરમિયાન વેપારીએ કરેલા માલના સપ્લાય અને જમા કરાવેલા જીએસટીની વિગતો આપવાની હોય છે. તેની સાથે જ કેટલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી તેની પણ વિગતો તેમાં દર્શાવવામાં આવે છે. બીજીતરફ જીએસટીઆર ૧ માસિક કે ત્રિમાસિક રિટર્ન જ છે. તેમાં પમ જે તે મહિના કે ત્રિમાસિક ગાલામાં કરેલા વેચાણ અને તેની સામે વેરો જમા કરવાની ઊભી થયેલી જવાબદારીની વિગતો જ આપવાની હોય છે. વાસ્તવમાં તો સીજીએસટી એક્ટની કલમ ૭૦-૨માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કોર્ટ કાર્યવાહી કરવાની કે ઇન્ડિયન પીનલ કોડ હેઠળ પગલાં લેવાની ફરજ પડે તેવા કિસ્સાઓમાં જ સમન્સ આપવાના હોય છે. આમ સમન્સ આપવાની સત્તાનો વિવેકબુદ્ધિ પૂર્વક ઉપયોગ કરવાની જોગવાઈ કરાયેલી છે. તેનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેથી સમન્સ આપવાને બદલે હવે પૂરતી માહિતી પૂરી પાડવાની વિનંતી કરતો પત્ર પાઠવવામાં આવશે.  કોઈપણ બાબતના કારણોની લેખિત નોંધ કરવાની હોય તેવા જ કિસ્સામાં ડેપ્યુટી કે આસિસ્ટન્ટ કમિશનરની લેખિત પૂર્વમંજૂરી વિના સમન્સ ઇસ્યૂ કરી શકાશે નહિ. લેખિત મંજૂરી ન મેળવી શકાય તેમ હોય તેવા કિસ્સાઓમાં ટેલિફોન કરીને મંજૂરી મેળવવાની રહેશે. સમન્સ ઇશ્યૂ કર્યા પછી સંબંધિત આરોપીએ હાજર રહી કે ન રહી તે અંગેનો લેખિત રેકોર્ડ સંબંધિત અધિકારીે રાખવો પડશે. આ સમન્સ કંપનીના નામે નહિ, પરંતુ સંબધિત વ્યક્તિના વ્યક્તિગત નામે ઇશ્યૂ કરવાની રહેશે. તેને આરોપી કે સહઆરોપી તરીકે બોલાવવામાં આવ્યો છે તે અંગે પણ તે આવે તે વખતે તેને ખબર હોવી જરૃરી છે. વારંવાર  સમન્સ આપવાનું પણ ટાળવા જણાવવામાં આવ્યું છે. તેમાંય સમન્સ પહોંચ્યું છે કે નહિ તેની પણ અધિકારીઅખાતરી કરી લેવાની રહેશે. કેટલાક કિસ્સાઓમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ સમન્સને ગાંઠતા નથી એને સ્થાનિકોની અવગણના કરતા હોવાનું જોવા મળે છે. તેમને ત્રણવાર સમન્સ આપી હાજર થવા માટે વાજબી સમય આપીને પછી જ તેમની સામે એક્શન લેવાના રહેશે. ત્રણ વાર સમન્સ ફાઈલ કર્યા પછી પણ સંબંધિત વ્યક્તિ હાજર ન થાય તો તેવા સંજોગોમાં તે અંગે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલકરવાની રહેશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.