8 દિવસમાં રૂ. 2 હજારની નોટમાં 10 કિલોથી વધુ સોનું ખરીદાયું
ગત શુક્રવારથી કરિયાણાથી લઈને સોનાની ખરીદી, રોકડની લેતીદેતી અને વેપારમાં રૂ. 2 હજારની નોટનો વધારે વપરાશ થાય છે. સોની બજારમાં અચાનક ચમક વધી ગઇ છે, તો પેટ્રોલપંપમાં જે ગત સપ્તાહ સુધી 70 ટકા ચૂકવણી ડિજિટલમાં થતી હતી અને 30 ટકા રોકડમાં થતી હતી. તેના બદલે અત્યારે આ પ્રમાણ ઊલટું થઈ ગયું છે.
હાલ જે દૈનિક વેપાર થાય છે. તેમાં જે રોકડમાં ચૂકવણી કરે છે તેમાંથી 50 ટકાથી વધુ લોકો રૂ. 2 હજારની નોટ જ આપે છે, પછી તે ખરીદી રૂ. 500ની હોય કે મોટી રકમની હોય. શરૂઆતમાં દહેશત જોવા મળતી હતી. ખરીદી થયા બાદ લોકો પૂછે છે કે રૂ. 2 હજારની નોટ સ્વીકારવામાં આવશે કે કેમ? અત્યારથી જ લગ્ન માટેની ખરીદી વધી હોવાનું વેપારીઓ
જણાવે છે.
પેટ્રોલપંપમાં સૌ કોઈ રૂ. 50નું પેટ્રોલ-ડીઝલ પુરાવી રૂ. 2 હજારની જ નોટ આપે છે. આ સિવાય સીએનજી પુરાવવા આવતા રિક્ષા-કારચાલકો 380, 280, 480 જેવી રકમમાં સીએનજી પુરાવે છે અને રૂ. 2 હજારની નોટ આપે છે. જો કોઈ ગ્રાહક પાસેથી રૂ. 2 હજારની નોટ ન લઈએ તો ઝઘડો કરીને ફરિયાદ કરવાની ધમકી આપતા હોવાની રજૂઆત કલેક્ટરને પેટ્રોલપંપના માલિકોએ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.