પાંચાળ નુ પ્રગટ પીરાણું લોમેવધામ ધજાળા - At This Time

પાંચાળ નુ પ્રગટ પીરાણું લોમેવધામ ધજાળા


પાંચાળ ની પવિત્ર ભૂમિ જેને દેવ ભૂમિ કહેવામાં આવે છે કંકુવરણી ભોમકા કે જયા પાણે પાણે પીરાઈ છે જ્યાં ભગવાનને પણ અવતાર લેવાનું મન થાય તેવી ધરા એટલે પાંચાળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનુ ધજાળા એટલે લોમેવધામ પંચાળ નું પ્રગટ પીરાણુ જ્યાં ધર્મની ધજાયુ ફરકે છે દીન દુખિયા ને આશરો મળે છે હરિહરનો સાદ પડે છે એવી પરમ પૂજ્ય લોમબાપુ ની જગ્યા લોમેવધામ ધજાળા રોકડીયા ઠાકર ના દર્શને હજારો લોકો આવે છે દર અમાસે અને બીજે ભાવિક ભકતો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે ઠાકર ના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે ગાદીપતિ મહંત મહારાજ શ્રી પરમ પૂજ્ય ભરતબાપુ ખૂબ જ વિદ્વાન છે સેવા સ્મરણ સમર્પણની ભાવના ખૂબ જ સરળ સ્વભાવ સાથે સાદું જીવન અને તેવા જ ઉંડા અભ્યાસી છે મહેમાનોને મીઠો આવકારો આપે છે એમની વાણીનો લાભ મળવો એ પણ એક જીવન નો લ્હાવો છે આ જગ્યામાં અનેક સેવાકીય પ્રવૃત્તિ થાય છે આરોગ્ય, હરિભજન,ગૌ સેવા, હરિહર, શિક્ષણ, ક્લેશમુક્તિ, અને એમાંય ખાસ કરીને વ્યસન મુક્તિ અભિયાન પૂજ્ય બાપુ ચલાવી રહ્યા છે હજારો લોકોએ પૂજ્ય બાપુની પ્રેરણા અને આશીર્વાદથી વ્યસન મુક્ત થયેલ છે એવી પવિત્ર જગ્યા જાગતું પીરાણુ એટલે લોમેવધામ ધજાળા આ જગ્યા માં શિવ સ્વરૂપા ત્રિનેત્રી ગૌ માતા ના દર્શન પણ જીવન નો એક લ્હાવો છે લોકો દૂર દૂર થી આવે છે. અને ગેબી પરંપરા ની દેહાણ જગ્યા ના ઠાકર ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.