સિવિલ હોસ્પિટલમાં માનસિક અસ્વસ્થ મહિલાએ રિક્ષાની ડીકી તોડી રૂ।.4000 કાઢી લીધા : ચાલક જોઈ જતા હંગામો - At This Time

સિવિલ હોસ્પિટલમાં માનસિક અસ્વસ્થ મહિલાએ રિક્ષાની ડીકી તોડી રૂ।.4000 કાઢી લીધા : ચાલક જોઈ જતા હંગામો


સિવિલ હોસ્પિટલમાં માનસિક અસ્વસ્થ મહિલાએ રિક્ષાની ડીકી તોડી રૂ।.4000 કાઢી લીધા હતા જોકે, ચાલક જોઈ જતા હંગામો મચી ગયો હતો. રીક્ષા ચાલક હોસ્પિટલમાં દર્દીને મળવા આવ્યોને ઘટના બની ડીકીમાંથી કાઢી લીધેલી રોકડ પરત લઈ મહિલાને પ્ર.નગર પોલીસને સોંપી દેવાઈ હતી.

મળતી વિગત મુજબ એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈ સિવિલ હોસ્પિટલમાં તેમના એક સગાને દાખલ કર્યા હોય ખબર કાઢવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેઓએ વોર્ડ નં.10 પાસે રીક્ષા પાર્ક કરી હતી. દર્દીની ખબર કાઢી પરત રીક્ષામાં કંઈક લેવા માટે આવ્યા ત્યારે તેમણે જોયું કે, એક મહિલા રિક્ષાની ડીકી તોડી રહી હતી અને ડીકીમાંથી રૂ।.4000 રોકડ કાઢી લીધી હતી અને બીજી વસ્તુ કાઢી રહી હતી.

રીક્ષા ચાલકે તુરંત તે મહિલાને અટકાવી હંગામો મચાવ્યો હતો અને પોલીસને જાણ કરતા પ્રદ્યુમનનગર પોલીસની પીસીઆર વાન દોડી આવી હતી. મહિલા પાસેથી 4000ની રોકડ રીક્ષા ચાલકે પરત લઈ લીધી હતી. આ મહિલા માનસિક અસ્વસ્થ હોવાનું જણાતું હતું. તેને પોતાના નામની પણ જાણ ન હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ મહિલાને પ્ર. નગર પોલીસ મથકે લઈ જવા તજવીજ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.