નાના બાળકોમાં સંક્રમણ વધ્યું , અમદાવાદમાં ૧૫ વર્ષ સુધીનાં ૧૨૬ બાળક સહિત સ્વાઈનફલૂનાં ૫૪૩ કેસ - At This Time

નાના બાળકોમાં સંક્રમણ વધ્યું , અમદાવાદમાં ૧૫ વર્ષ સુધીનાં ૧૨૬ બાળક સહિત સ્વાઈનફલૂનાં ૫૪૩ કેસ


        અમદાવાદ,મંગળવાર,23 ઓગસ્ટ,2022અમદાવાદમાં ઓગસ્ટ મહિનો ૧૫ વર્ષ સુધીનાં બાળકો માટે સ્વાઈન
ફલૂના રોગની નવી ઓફત લઈને આવ્યો છે.સ્વાઈન ફલૂનાં આ મહિનામાં કુલ ૫૪૩ કેસ નોંધાયા
છે.નોંધાયેલા કેસ પૈકી ૧૫ વર્ષ સુધીનાં ૧૨૬ બાળકનો સમાવેશ થાય છે.તેર ઓગસ્ટ
સુધીમાં શહેરમાં સ્વાઈન ફલૂનાં કુલ ૩૩૬ કેસ નોંધાયા હતા.શહેરમાં  શરદી,ખાંસી,તાવ આવવા જેવા
ચિન્હ  ધરાવતા સ્વાઈન ફલૂનાં દર્દીઓની
સંખ્યામાં આ મહિનાની શરુઆતથી જ સતત વધારો થતો જોવા મળી રહયો છે.આ મહિનામાં સ્વાઈન
ફલૂનાં અત્યારસુધીમાં કુલ ૫૪૩ કેસ નોંધાયા છે.જે પૈકી ૨૨ દિવસમાં જ ૫૦૯ કેસ
નોંધાયા છે.પાંચ વર્ષ સુધીના ૩૫ અને પાંચથી પંદર વર્ષ સુધીનાં ૯૧ બાળકો સ્વાઈન
ફલૂનો શિકાર બન્યાં છે.૧૫થી ૪૦ વર્ષ સુધીનાં કુલ ૧૪૫ લોકો, ૪૧થી ૫૫ વર્ષના
૧૨૮ તેમજ ૫૬થી વધુની વય ધરાવતા કુલ ૧૪૪ શહેરીજનો સ્વાઈન ફલૂથી સંક્રમિત થયા છે.

આ અગાઉ તેર ઓગસ્ટ સુધીમાં અમદાવાદમાં સ્વાઈન ફલૂનાં કુલ ૩૩૬
કેસ નોંધાયા હતા. જે પૈકી પાંચ વર્ષ સુધીનાં કુલ ૨૭ બાળકો, ૬થી ૧૫ વર્ષ
સુધીની વયના ૬૮ બાળકો ઉપરાંત ૧૬ થી ૪૦ વય ધરાવતા ૮૪ ઉપરાંત ૪૧થી ૫૫ સુધીની વયનાં
૭૯ અને ૫૬ વર્ષથી વધુની વય ધરાવતા ૭૮ નાગરિકો સ્વાઈન ફલૂનાં દર્દી તરીકે નોંધાયા
હતા.આ પૈકી મોટાભાગના દર્દીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં કાર્યરત
કરવામાં આવેલાં આઈસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.