વડાલી શહેર ખાતે વણકર સમાજ દ્વારા નોમના રામદેવપીર મહારાજના મંદિરમાં નેજા ચઢાવાયા - At This Time

વડાલી શહેર ખાતે વણકર સમાજ દ્વારા નોમના રામદેવપીર મહારાજના મંદિરમાં નેજા ચઢાવાયા


વડાલી શહેરમાં વણકર સમાજ દ્વારા ભાદરવા સુદ નોમ ના દિવસે રામદેવપીર મહારાજના મંદિરમાં નેજા ચઢાવાયા

ભાદરવા સુદ નોમ ના દિવસે વણકર સમાજ દ્વારા ચામુંડા માતાજી મંદિર પાસે આવેલ રામદેવપીર મહારાજના મંદિરમાં નેજા ચડાવાયા

નોમના દિવસે મંદિરેથી રામદેવપીર મહારાજની પાલખીયાત્રા કાઢવામાં આવી આ પાલખી યાત્રામાં વણકર સમાજના તમામ લોકો ઉત્સાહ ભેર જોડાયા હતા

આ પાલખી યાત્રા રામદેવપીર મહારાજ ના મંદિરથી ડીજેના તાલ સાથે વાજતે ગાજતે નીકળીને આખા ગામમાં પરિભ્રમણ કરીને નિજ મંદિરે પહોંચી હતી પાલખીયાત્રામાં વણકર સમાજના દરેક બંધુઓએ પોતાના ધંધા અને રોજગાર બંધ રાખીને ઉત્સાહ સાથે પાલખીયાત્રામાં જોડાયા હતા

આ પાલખી યાત્રા મંદિર થઈને સ્ટેટ હાઇવે પસાર થઈને રેપડી માતાજી મંદિર પાસે લોકો મન મૂકીને ગરબા રમ્યા હતા ત્યારબાદ ત્યાંથી પ્રસ્થાન કરીને આંબેડકર નગર થઈને તમામ શેરીએ ફરીને શોભાયાત્રા નિજ મંદિરે પહોંચી હતી ત્યારબાદ પૂજારી દ્વારા ધજાને કુમકુમ તિલક લગાવીને પૂજા કરીને અક્ષત લગાવીને ત્યારબાદ ધજા મંદિરના શિખર ઉપર લગાવાઇ હતી અને અંતમાં વણકર સમાજ તેમજ આજુબાજુ ગામના લોકોએ રામદેવપીર મહારાજના નેજાના અને મંદિરના મહારાજના દર્શન કરીને અને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.