નવનિમિત વટેશ્વર વનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ - At This Time

નવનિમિત વટેશ્વર વનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ


- સુરેન્દ્રનગરમાં 73મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત- ગુજરાતમાં વન ક્ષેત્રનો વિસ્તાર તેમજ વૃક્ષોની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો છે : સીએમ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ખાતે ૭૩મા વન મહોત્સવની ઉજવણી નિમિતે રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનુ લોકાર્પણ મુખંયમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયુ હતુ.   તે પ્રસંગે મુખ્યમમંત્રીએ જણાવ્યુ હતુ કે, વન મહોત્સવના માધ્યમથી છેલ્લા બે દાયકામાં વનક્ષેત્રના વિસ્તારમાં વધારો થયો છે. વન મહોત્સવ થકી છેલ્લા બે દાયકામાં વન્ય વિસતારની બહારના વિસ્તારમાં ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા તેની સામે આજે ૫૪ ટકાના વધારા સાથે ૩૯.૫૭ કરોડ વૃક્ષો છે. ગુજરાતમાં વન ક્ષેત્રનો વિસ્તાર તેમજ વૃક્ષોની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો છે. લોકોમાં વનમહોત્સવથી છોડમાં રણછોડની ભાવના વધુ પ્રબળ બની છે. કેન્દ્રીય આયુષ, મહિલા અને બાળ વિભાગના રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યુ હતુ કે ૫ હેકટરમાં પથરાયેલા વટેશ્વર વનમાં ૩.૫ હેકટરમાં આયુષ મંત્રાલય દ્વારા ઔષધિય રોપાનુ વાવેતર કરવામાં આવ્યુ છે.રિવરફ્રન્ટના કામનુ ઈ-ખાતમુહૂર્ત પણ કરાયુ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી-૮૮ અને આગવી ઓળખ યોજના અન્વયે અંદાજિત રૂપિયા ૯૯૯.૭૭ લાખના ખર્ચે આર્ટસ કોલેજ સામેથી બસસ્ટેન્ડ તરફ રિવરફ્રન્ટના કામનુ ઈ-ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયુ હતુ.મુખ્યમંત્રીએ વડવાળા મંદિરે દર્શન કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરીસુરેન્દ્રનગરની મુલાકાત દરમિયાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડવાળા મંદિર, દુધરેજ ખાતે ભગવાન વડવાળા દેવના દર્શન કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અન્ય મહાનુભાવો સાથે મુખ્યમંત્રીએ બાળક ગોપાલને ઝુલે ઝુલાવ્યા હતા. તેમણે મહંત કનીરામ બાપુ અને કોઠારી મુકુંદરામ બાપૂના આશીર્વચન મેળવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જિલ્લા ભાજપ આયોજીત તિરંગા યાત્રાને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.