ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વિવિધ પડતર પ્રશ્નોની માંગણીને લઈને હડતાલ ઉપર ઉતર્યા આશા વર્કરો મામલેતદારને કરી લેખિત રજૂઆત - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વિવિધ પડતર પ્રશ્નોની માંગણીને લઈને હડતાલ ઉપર ઉતર્યા આશા વર્કરો મામલેતદારને કરી લેખિત રજૂઆત


તા:12 ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આશાવર્કર જેમાં દેલવાડા આશા વર્કર બહેનોના લાંબા સમયથી વિવિધ પડતર પ્રશ્નોની માંગણી ઉકેલ નાં આવતાં આજે 5 મહિનાથી સરકાર દ્વારા તેમજ પી.એચ.સીના કર્મચારી દ્વારા પગાર ચૂકવણું નાં થતા આજે આશા વર્કર બહેનો હડતાલ ઉપર ઉતરી આવી છે અને મામલતદારનેં કરી લૈખિત રજૂઆત જેમાં આજે મહિલા ઓએ બહોળી સંખ્યામાં રેલી કાઢીને સુત્રોચાર કરીને હમ નહીં કિસી છે ભીખ માંગ રહે હૈ હમ હમારા હક માંગ રહે હૈ નાં સૂત્રોચાર કરીને પ્રધાનમંત્રી મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને ઉનાનાં પ્રાંત કચેરી તેમજ ઉના આરોગ્ય વિભાગ તેમજ મામલેતદારને લેખિત રજૂઆત કરી હતી

ત્યારબાદ જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે અને કોરોનાની મહામારીમાં પણ કામગીરી કરેલ છે તેની ઈનસેટીવ રુપિયા 1000 મળ્યું નથી સપ્ટેમ્બર 2021 થી આજ સુધી બાકી હોય અને આશા બહેનોને 5 વાગ્યા સુધી કામ પણ કરાવવામાં આવે છે અને ફેસીલિટેટડને મહિનાનાં 20 દિવસ ટુર છે જેમની રકમ રુપિયા 6,000 હજાર ચુકવવાના હોય છે એ પણ મળતાં નથી જેમાં ગુજરાત રાજ્યમાં સમાવેશ કરવામાં આવે અને પગાર વધારાની પણ માંગણી કરવામાં આવતી હોય તો પગાર પણ વધારવામાં આવતો નથી જેમાં આશા વર્કર કર્મચારીઓનું સરકાર દ્વારા સોંપવામાં આવતી કામગીરી દ્વારા સતત શોષણ પણ થઇ રહ્યું છે તેવું આશા વર્કર બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી

ત્યારબાદ સતત થતા શોષણથી આજે આશા વર્કરોને અલગ અલગ ઉપરી અધિકારીઓ દ્વારા પણ કામગીરી વધુ કામ સોંપવામાં આવે છે કે તે આટલા ટૂંકા વાઉચર આવે છે પ્રથમ વાત તો એ છે કે હવે આવક કરતાં ખર્ચ વધું થાય છે આ મોંઘવારી સામે પહોંચાય એવું નથી હવેથી જે વેતન મળશે એજ કામ કરવામાં આવશે જેથી કરીને અમારા વિવિધ પ્રશ્નોની માંગ સાથે 12 ઓગસ્ટથી જ્યાં સુધી તમામ આશા વર્કર બહેનો હડતાલ ઉપર ઉતરવાની ફરજ પણ પડશે એવું પણ આશા વર્કઓએ જણાવ્યું હતું જેમાં કર્મચારી દ્વારા ઉના તાલુકાના હેલ્થ ઓફિસરે જણાવેલ કે ચાર મહિનાથી નહીં પણ બે મહિનાનો પગાર બાકી છે બહેનો દ્વારા પણ કાંઇક મિસ્ટેક છે જેમાં સરકાર દ્વારા કોમન બેંક એકાઉન્ટમાં ગ્રાન્ટ આપેલ હતી એ પરત લીધેલ છે જેના કારણે એક બે પી.એચ.સી કેન્દ્રના પગાર થવાના રહી ગયા છે એવું પણ જણાવ્યું હતું

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon