અમદાવાદ ખાતે આવેલ શીલજ વિસ્તારમાં શુક્લ પરીવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન
હાલ ભાદરવો માસ એટલે પિતૃઓ ને મોક્ષ નો મહિના ની ગણના થાય છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલ શીલજ વિસ્તારમાં પિતૃઓને મોક્ષ અપાવતી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન શુક્લ પરીવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના શાસ્ત્રી જસદણ તાલુકાના લાલાવદર ગામના વતની અને હાલ અમદાવાદ સ્થિત આશુતોષભાઇ ત્રિવેદી ના વ્યાસાસને સંગીત શૈલીમાં ભાગવત સપ્તાહ નું રસપાન કરાવી રહ્યા છે. જોકે શાસ્ત્રી આશુતોષભાઇ ત્રિવેદી શ્રી ભાગવત વિદ્યાપીઠ શોલા ખાતે અભ્યાસ કરી ને શાસ્ત્રી પદ પ્રાપ્ત કરીને લાલાવદર ગામનું અને ત્રિવેદી પરિવાર નું નામ રોશન કરેલ છે. અને આ ભાગવત સપ્તાહ તા.25/09 થી પ્રારંભ કરવામાં આવેલ અને 01/10 તારીખે પુણૉહુતી કરવામાં આવશે. અને ભાગવત સપ્તાહ માં આવતા તમામ ધાર્મિક પ્રસંગો જેવા કે રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મોત્સવ, કૃષ્ણ સુદામા ચરિત્ર, સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.