માળીયા હાટીના બી.આર.સી ભવન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો - At This Time

માળીયા હાટીના બી.આર.સી ભવન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો


માળીયા હાટીના તાલુકા શિક્ષણ પરિવાર, આર એફ ગ્લોબલ માળીયા હાટીના, તેમજ ગિરનાર ગ્રુપ જૂનાગઢના સહયોગથી બી.આર.સી ભવન માળીયા હાટીના ખાતે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ

આ રક્ત દાન કેમ્પમાં 100 થી વધુ શિક્ષક ભાઈઓ, બહેનોએ રક્તદાન કર્યું હતું આ તકે જૂનાગઢ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધુચલા, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જેઠવા ની ખાસ ઉપસ્થિતિ રહી તેમજ બંને અધિકારીઓ એ રક્તદાન કર્યું હતું આ આયોજન માં શૈક્ષીક મહાસેવાના પ્રમુખ જયદીપસિંહ ડોડીયા, ટીપીઇઓ સોલંકીભાઈ, બીઆરસી કો ઓર્ડિનેટર , જોશીભાઈ, શિક્ષક સંધન પ્રમુખ હમીરભાઈ સિંધવ, ઉત્કર્ષ મંડળ માંથી વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા

રિજવાન આડતીયા ફાઉન્ડેશન માંથી બસીરભાઈ અને હિતેશભાઈ માળાવીયાના વરદ હસ્તે રક્ત દાતાઓને મોમેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા

બાઈટ બસીરભાઈ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.