રાજકોટ મનપા વેરા વિભાગે ગત વર્ષના 325 કરોડ કરતા 20 કરોડ વધુ વસૂલ્યા, 31 માર્ચ સુધી રજાઓમાં પણ કામગીરી ચાલશે - At This Time

રાજકોટ મનપા વેરા વિભાગે ગત વર્ષના 325 કરોડ કરતા 20 કરોડ વધુ વસૂલ્યા, 31 માર્ચ સુધી રજાઓમાં પણ કામગીરી ચાલશે


રાજકોટ કોર્પોરેશનની વેરા શાખામાં ગત વર્ષથી રીકવરી સેલ એકટીવ થયા બાદ જુની રીકવરી, નવી નોંધણી સહિતની કાર્યવાહી વધી છે અને વેરાની આવકમાં પણ થોડો વધારો થયો છે. ત્યારે વેરા વિભાગે ગત વર્ષના 325 કરોડ સામે આજ સુધીમાં 345 કરોડ વસૂલ્યા છે. એટલે કે ગત વર્ષની તુલનાએ 20 કરોડ વધુ આવક થઈ છે. જો કે, હજુ 31 માર્ચ સુધીમાં 30 કરોડ વસૂલ કરવા મનપા દ્વારા રવિવારની રજાઓમાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.