હલકી કક્ષાનો સિમેન્ટ અલ્ટ્રાટેક કંપનીની બેગમાં ભરીને વેચાણ કરવાનું ગેરકાયદે નેટવર્ક ઝડપાયું - At This Time

હલકી કક્ષાનો સિમેન્ટ અલ્ટ્રાટેક કંપનીની બેગમાં ભરીને વેચાણ કરવાનું ગેરકાયદે નેટવર્ક ઝડપાયું


વડોદરા,તા.03 ઓગષ્ટ 2022,બુધવારવડોદરા મકરપુરા પો.સ્ટે. વિસ્તારમાં હલ્કી ગુણવત્તાવાળી જુદી જુદી કંપનીની સિમેન્ટનું મિશ્રણ કરી અલ્ટ્રાટેક કંપનીની સિમેન્ટની ૫૦ કીલોની ખાલી બેગમાં સિમેન્ટ ભરી પેક કરી અલ્ટ્રાટેક સિમેન્ટના નામે ડુપ્લીકેટ સિમેન્ટનું ગોડાઉન મકરપુરા પોલીસે પકડી પાડ્યું હતું.મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ પોલીસ કમીશ્નર તથા અધીક પોલીસ કમીશ્નરે સુચના કરેલ હોય જે સુચના આધારે પોલીસ ઈન્સ્પેકટર તથા સ્ટાફે ગેરકાયદેસર પ્રવુતી કરતા ઇસમોને શોધી કાઢવા સારૂ જામ્બુવા નમન હોસ્ટેલની પાછળના ભાગે આવેલ સેટ્ટી સ્ટુલ્સ એસ્ટેટમાં એક છેલ્લા ગોડાઉનને ભાડેથી રાખી સમીર ખલીલભાઇ વોરા તથા તેઓના ભાગીદાર પરેશ રબારી બહારથી હલ્કી ગુણવત્તાવાળો જુદી જુદી કંપનીનો સિમેન્ટ લાવીને તે તમામ સિમેન્ટ ભેળવીને અલ્ટ્રાટેક સિમેન્ટની ૫૦ કીલોની ખાલી બેગમાં સિમેન્ટ ભરી પેક કરી અલ્ટ્રાટેક સિમેન્ટના માર્કાવાળી ડુપ્લીકેટ સિમેન્ટ બનાવી વેચાણ કરે છે. સદર જગ્યા રેડ કરતા જુદી જુદી કંપનીના સિમેન્ટ તથા ખાલી થેલીઓ તથા ટેમ્પાની તથા ટ્રકની તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.ર૪,૮૬,૬૦૦ના મુદામાલને સી.આર.પી.સી કલમ મુજબ તપાસ અર્થે કબજે કરી આરોપીઓની તપાસ તજવીજ હાથ ઘરવામાં આવેલ છે.પોલીસે અંબુજા સિમેન્ટની બોરીઓ ૫૦ કીલોની નંગ-૩૪ બેગ એક બેગની કિંમત રૂપીયા ૪૦૦ લેખે કુલ્લે ૩૪ બેગની કિ.રૂ ૧૩,૬૦૦, કમળ સિમેન્ટની સફેદ કલરની પ્લાસ્ટીકની ૫૦ કીલોની બેગો નંગ ૯૬ એક બેગની કિંમત રૂપીયા ૨૦૦ લખે કુલ્લે ૯૬ બેગની કિ.રૂ ૧૯,૨૦૦, જે.કે. સિમેન્ટ ભરેલ બેગ ૩૦ નંગ એક બેંગની કિ.રૂ ૪૦૦ લેખે કુલ્લે કિ.રૂ.૧૨,૦૦૦, બ્લેક સ્ટોન સિમેન્ટની બેગો નંગ ૧૦૨ એક બેગની કિ.રૂ ૨૦૦ લેખે કુલ્લે બેગ ૧૦૨ની કિંમત રૂપીયા ૨૦,૪૦૦, અલ્ટ્રાટેક કંપનીના માર્કાવાળી નવી ખાલી બેગો હજાર હજારના ત્રણ બંડલો તથા પાંચસોનુ એક બંડલ તથા બીજી ત્રણ પ્લાસ્ટીકની થેલીમાં અલ્ટ્રાટેક કંપનીના માર્કાવાળી ખાલી બેગો જે ત્રણ પ્લાસ્ટીકની કુલ ૧૧૦૦ નવી ખાલી બેગો જે તમામ મળી કુલ ૪૬૦૦ બેગ એક બેગની કિ.રૂ ૧૦ લેખે કુલ્લે ૪૬૦૦ બેગોની કુલ્લે રૂપીયા ૪૬,૦૦૦, ટાટા કંપનીનો ટેમ્પો, ટેમ્પામાં અલ્ટ્રાટેક કંપનીની તૈયાર કરી ભરેલ બેગો નંગ ૧૦૧ બેગ એક બેગની કિ.રૂ ૪૦૦ લેખે કુલ્લે ૧૦૧ બેગોની કિ.રૂ.૪૦,૪૦૦, ટેમ્પાની આશરે કિ.રૂ. ૧,૦૦,૦૦૦, ગોડાઉનથી થોડે આગળ ખુલ્લી જગ્યામા એક ટ્રક પકડી પાડેલ છે જેમાં વેસ્ટેજ ડેમેજ સિમેન્ટની બોરીઓ ભરેલ ટૂંક જેમાં જુદા જુદા કંપનીઓની સિમેન્ટની ડૅમેજ થયેલ બોરીઓ નંગ ૨૦૦ એક બોરીની કિમત રૂપીયા ૧૫૦ ગણી કુલ્લે ૨૦૦ બોરીઓની કિ.રૂ.૩૦,૦૦૦ ટ્રકની કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ્લે રૂપિયા ૪,૮૬,૬૦૦નો મુદામાલ કબ્જે લેવામાં આવેલ છે. આ સાથે બનાવ સ્થળે પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.