માળીયા હાટીનામાં ગોપાલક માલધારી સેના દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
તાજેતરમાં સુરત ઢોર પકડ પાર્ટી દ્વારા ઘર આંગણે બાંધેલ પશુઓ એસ. આર.પી ને સાથે રાખીને બળજબરી પૂર્વક માલધારીઓના પશુઓ ડબ્બા માં લઇ ગયેલ છે તેમજ માલધારી ની બહેન દીકરીઓ સાથે અશોભનીય વર્તન કરેલ છે તેમજ મહિલા પોલીસ સ્ટાફ ન હોવાછતાં માલધારીઓની બહેન દીકરીઓની પુરુષ પોલીસ સ્ટાફ દ્વારા બળ પ્રયોગ કરી મહિલાઓ ની અટકાયત કરેલ હતી જેનિયમ વિરૂદ્ધ છે જે અત્યંત દુઃખદ ઘટનાઓ માલધારી સમાજ સાથે થાય છે તેથી
જવાબદાર અધિકારી કર્મચારી વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી
મહાનગર પાલિકાઓના વધતા વિસ્તારના કારણે નવી ટી.પી સ્કીમમાં માલધારી વસાહત માટેની કોઈ પણ જોગવાઈ કરેલ ન હોવાથી વધતા વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલકોની ટી.પી સ્કીમમાં કોઈ પણ જોગવાઈ ન હોવાથી તેમજ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાને કારણે અવાર નવાર પશુઓ રોડ પર આવી સકે છે નવી ટી પી સ્કીમ માં પશુપાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો પશુઓ રોડ પર આવવાની શક્યતા નહીવત છે...
માલધારી ભરવાડ અને ચારણ ને એસ.ટી.ના પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની કામગીરી બંધ છે જે અન્ય તે તાત્કાલિક નિર્ણય લઈ પ્રમાણપત્રો ઇશ્યૂ કરવામાં તેમજ ૨૦૧૭ માં જે માલધારી ભરવાડ તથા ચારણ સમાજના લોકો પોલીસ ભરતીમાં સિલેક્શન થયેલ છે તે લોકોને તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવે તેવી માંગ વાળુ માળીયા હાટીનામાં ગોપાલક માલધારી સેના દ્વારા વિવિધ પ્રશ્નોને માંગ લઈ માળીયા હાટીના ઈન્ચાર્જ મામલતદાર ભલગરીયાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.