તારે બાળકો થતાં નથી એટલે તારું કંઈ કામ નથી’ કહી પતિએ ઘરમાંથી કાઢી મૂકી - At This Time

તારે બાળકો થતાં નથી એટલે તારું કંઈ કામ નથી’ કહી પતિએ ઘરમાંથી કાઢી મૂકી


રાજકોટ તા.20
કોઠારીયા રોડ પર રેહતા ભાઈના ઘરે રિસામણે એક વર્ષથી રહેતી કીર્તિબેને આફ્રિકા રહેતાં તેના પતિ મનિષ કાંતિભાઈ સોનીએ કાઢી મુકતા મહિલા પોલીસ મથકે પાલનપુર રેહતા પતિ, સાસુ માલવિકાબેન કાંતિભાઈ સોની, નણંદ સેજલબેન વિજયભાઈ અને દિયર અનિલભાઈ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

વધુમાં ફરિયાદી કીર્તિબેન મનીષભાઈ સોની (ઉ.વ.29)(રહે. મહેશ્વરી સોસાયટી કોઠારીયા મેઇન રોડ)એ જણાવ્યું હતું કે મારા ભાઇ - ભાભી સાથે છેલ્લા એક વર્ષથી રહું છું અને મારા માતા -પિતા લોધિકા ખાતે રહે છે. મારા લગ્ન વર્ષ 2015ના પાલનપુરના રહેવાસી કાંતીભાઇ સોની ના પુત્ર મનિષ સોની સાથે જ્ઞાતિના રીત - રીવાજ તથા કોર્ટ મેરેજ મુજબ પાંચડા મુકામે થયેલ હતાં. લગ્ન બાદ હું મારા પતિ સાથે મારા સાસુ - સસરા,નણંદ અને દિયર સાથે આશરે આઠેક માસ પાલનપુર ખાતે રહેલ બાદ લગ્નના બીજા જ દિવસે સાત - આઠ વર્ષથી રિસામણે આવેલા મારા નણંદ સેજલબેને ઘરમાં ઝઘડો કરી મને ફડાકા ઝીંકી દીધેલ હતાં છે

અને મારા નણંદે મને મારેલ ત્યારે મારા સાસરીયામાંથી કોઇએ મને સાથ આપેલ નહિં અને મારા સાસુ ,નણંદ તથા દિયરની ચડામણીથી મારા પતિ અવાર - નવાર મારી સાથે બોલાચાલી ઝગડો કરી અને માર કુટ પણ કરતા હતા તેમજ ઘરકામ જેવી નાની - નાની બાબતે મારા સાસુ તથા નણંદ મારા પતિને કહેતા તો પણ મારા પતિ મને મારકુટ કરી ઘરની બહાર કાઢી મુકતા હતા મારે મારો ઘરસંસાર ચલાવવો હોય જેથી હું મુંગા મોઢે બધુ સહન કરતા હતી.બાદમાં આશરે આઠેક માસ પાલનપુર રહ્યા બાદ મારા પતિ આફ્રીકામાં નોકરી કરતા હોય

જેથી હું પણ આફ્રીકા મારા પતિ સાથે રહેવા ગયેલ જ્યાં પણ સાસુ, નણંદ તથા દિયર ફોનથી મારા પતિને ચડામણી કરતાં કે તારી પત્નીને બાળકો થતાં નથી તો તેનું શું કામ છે જેથી મારા પતિએ નાની - નાની બાબતમાં ઝગડો કરી અને મારી સાથે મારામારી કરતા બાદમાં મને બાળકો ન થતા હોય જેથી મારો રિપોર્ટ કરાવેલ જે રિપોર્ટ નોર્મલ આવેલ અને એકાદ વર્ષ પહેલાં મારા પતિએ આફ્રીકા ખાતે મારી સાથે ઝગડો કરી મારો મોબાઇલ તોડી નાખેલ અને કહેલ કે તુ કાલે મરતી હોય તો આજે મરી જા અને કાલે મને આ ઘરમાં દેખાતી નિહ મારે તને જોતી નથી અને મને કહે કે મારે તારી શું જરૂર છે પૈસા આપવાથી મને બધુ મળી જશે.

બાદમાં હું મારા સગાના ઘરે જતી રહેલ અને મારા પાસપોર્ટની માંગણી કરતા કહેલ કે પાસપોર્ટ જોઇતો હોય તુ મને એવુ લખીને આપ કે રાજીખુશીથી તારા મમ્મી પપ્પા ના બોલાવાથી ભારત જાવ છુ. જે બાદ મેં ઇન્ડિયન એમબેસી જાવ છુ. કેહતા પાસપોર્ટ આપી દીધેલ હતો. બાદ હું રાજકોટ ખાતે મારા ભાઈ ના ઘરે આવી ગયેલ હતી. અને બાદમાં સમાધાન માટે મારા પતિ મારા ઘરે આવેલ અને મિટિંગમાં મારા પિતાને બેફામ ગાળો આપી મારા પતિએ ધમકી આપી હતી. જે અંગેની ફરિયાદ પરથી મહિલા પોલીસ મથકના પીએસઆઇ જે જી ચૌધરી અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.