ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં બોટાદની શ્રી સુભાષચંદ્ર બોઝ સરકારી પ્રાથમિક શાળા નં. 13 ના વિદ્યાર્થીની સિદ્ધિ
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા તાજેતરમાં રાજ્યમાં આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ભૈરવા ચોક ખાતે આવેલ શ્રી સુભાષચંદ્ર બોઝ સરકારી પ્રા.શાળા નં.૧૩ના વિદ્યાર્થ તેજસ રત્નાકર નાંગરએ ધોરણ ૭ ની કેટેગરીમાં બોટાદ સિટી અને જિલ્લામાં પ્રથમ આવી સતત ત્રીજા વર્ષે સ્ટેટ લેવલની એક્ઝામ માટે કવોલિફાય થવાની હેટ્રિક કરી શાળાનું અને માલધારી સમાજનું ગૌરવ વધારેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગતવર્ષ તેજસે આ પરીક્ષામાં બોટાદને નેશનલ લેવલ સુધી ચમકાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.