બાળકો માટે સ્વચ્છતાના શિક્ષણનું મહત્વ : “નાના-નાના પ્રયાસોથી ઘણી વાર મોટાં મોટાં પરિવર્તન આવે છે” - At This Time

બાળકો માટે સ્વચ્છતાના શિક્ષણનું મહત્વ : “નાના-નાના પ્રયાસોથી ઘણી વાર મોટાં મોટાં પરિવર્તન આવે છે”


બરવાળા તાલુકાના ખાંભડા ગામ ખાતે આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતાના સૂત્રો સાથે નાના ભૂલકાઓની રેલીનું આયોજન કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા. ૧૭ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી દેશ વ્યાપી “ સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં આ સ્વચ્છતા અભિયાન ૧૭ સપ્ટેમ્બર થી શરૂ કરીને ૩૧મી ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જન્મ જયંતિ સુધી યોજાવાનું છે. જે અન્વયે બોટાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી સ્વચ્છતા સફાઈનું જન આંદોલન ચાલી રહ્યું છે. ખાસ કરીને આપણી ભાવિ પેઢીની આરોગ્યમય સુખાકારી માટે સ્વચ્છતાનું ખાસ મહત્વ છે. ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તેમજ તેમના પરિવારના સભ્યો પણ સ્વચ્છતા અંગે સજાગ થાય તે માટે આંગણવાડીઓ-શાળાઓ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે બરવાળા તાલુકાના ખાંભડા ગામ ખાતે આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતાના સૂત્રો સાથે નાના ભૂલકાઓની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી થકી ગામમાં ‘સ્વચ્છતા જાળવો’નો સંદેશ આપવામાં આવ્યો હતો. આપણે જાણીશું કે નાની ઉંમરથી જ બાળકોમાં સ્વચ્છતાનું શું મહત્વ છે?બાળકોને પહેલેથી જ સ્વચ્છતાનું મહત્ત્વ શીખવવાની જરૂર છે જેથી તે એક ટેવ બની જાય છે. પર્યાવરણની સંભાળ રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણું આરોગ્ય અને આપણા પર્યાવરણના સ્વાસ્થ્ય પર સીધું નિર્ભર કરે છે જો આપણે સ્વચ્છતાને સરળ ભાષામાં સમજીએ તો શરીર, મન અને આપણી આસપાસની દરેક વસ્તુને સ્વચ્છ રાખવી એટલે સ્વચ્છતા. ગાંધીજીએ સ્વચ્છતા માટે ખૂબ જ સુંદર વાક્ય કહ્યું હતું કે “સ્વચ્છતા એ સેવા છે. જો તમે તમારા દેશની સેવા કરવા માંગો છો, તો તમારા દેશને સ્વચ્છ રાખવાનું શરૂ કરો”.પેઢી દર પેઢી સંસ્કાર આપવા એક જવાબદારી છે. દરેક પેઢીમાં સ્વચ્છતાનું અભિયાન ચાલે છે, ત્યારે સંપૂર્ણ સમાજ જીવનમાં સ્વચ્છતા સ્વભાવ બને છે વ્યક્તિગત સ્વચ્છતામાં બાહ્ય શરીરના તમામ ભાગોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનો સમાવેશ થાય છે. નબળી સ્વચ્છતાવાળા લોકોમાં જીવાણુઓ પ્રવેશે છે અને તેનું શરીર રોગોનું ઘર બને છે તેથી બીમારી અને ચેપના વિકાસ અને ફેલાવાને રોકવા માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. સારી ટેવ તમારા સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ આસપાસના લોકોનું રક્ષણ કરવામાં પણ મદદરૂપ બને છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.