કોમર્સ કોલેજ મોડાસામાં વાનગી સ્પર્ધા યોજાઈ - At This Time

કોમર્સ કોલેજ મોડાસામાં વાનગી સ્પર્ધા યોજાઈ


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એચ.એસ. શાહ કૉલેજ ઓફ કોમર્સમાં તા.15/02/24 ના રોજ વાનગી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં મીઠાઈ અને વાનગી એમ બે વિભાગમાં કુલ 27 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. પોષણમૂલ્ય તથા દેશી સામગ્રીના ઉપયોગને ઘ્યાનમાં રાખી વાનગીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ આ સ્પર્ધા દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધકો તથા વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.એમ.કે.પટેલે સ્પર્ધકોને ખાણીપીણી ક્ષેત્રે વ્યવસાયની તકો અંગે માહિતી આપી હતી. સ્પર્ધાનું આયોજન ડૉ. ઈલાબેન સગર તથા પ્રા. જિજ્ઞાશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.