ક્રાંકચ કન્યા શાળામાં શિક્ષકોની ભરતી કરવા બાબત વાલી ઓ દ્વારા મામલતદાર ને આવેદન પાઠવ્યું
લીલીયા તાલુકા ના ક્રાકચ ગામના લોકો દ્વારા આજરોજ લીલીયા મામલતદાર કચેરી ખાતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી અને આવેદન પત્ર મારફત માંગણી કરેલ કે ક્રાંકચ કન્યા શાળામાં ધોરણ ૧થી૮ હોય જેમાં બાલવાટિકા ઉમેરીને ટોટલ ૯ ધોરણ થતા હોય સામે ફક્ત ત્રણજ શિક્ષકો હોય જેમાં શાળાના આચાર્યનો પણ ચાર્જ તે પૈકી શિક્ષક પાસે હોય શાળામાં વિદ્યાર્થીઓંની ઓનલાઈન એન્ટ્રી કરવાનુંકામ પણ તેમાંના એક શિક્ષક પાસે હોય અને તે શિક્ષકોમાં સરકાર દ્વારા બી.એલ.ઓ ચૂંટણી લક્ષી તથા તાલીમ આયોજનમાં વ્યસ્ત હોય તો શાળાના ૯ ધોરણ માં ફક્ત ૧ શિક્ષક ઉપર નિર્ભર હોય અત્યારના અભ્યાસને જોતા અમો વાલીને જાણ થતા અમો વાલી દ્વારા અનેક વાર મૌખીક અને લેખિત રજુવાત કરવા છતાં કોઇપણ જાતનો નિર્ણય લેવાતો નથી અને અમારા બાળકોના ભવિષ્ય ખુબ બગડી રહ્યા છે અને અમારી વાલીની આર્થિક પરીસ્થિતિ ખરાબ હોય જેથી અમો બાર ભણાવી શકતા નથી જો આવતા છત્ર સુધીમાં શિક્ષકો ની નિમણુક કરવામાં નહી આવે તો અમો વાલીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને નિર્ણય નહી લેવામાં આવે તો આવતા છત્રમાં તાળા બંધ કરી વિરોધ કરવા ની પણ વિદ્યાર્થી ના વાલી ઓએ દ્વારા આવેદન પત્ર માં જાણ કરેલ છે આ તકે લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માલવિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ જગાભાઈ દેથલીયા વિજય કોગથીયા સહિત ક્રાકચ ગામ ના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.