બ્રાન્ડેડ તેલ ના નામનુ ડુપ્લીકેટીંગ કરતા તેલના વેપારી ની ધરપકડ કરતી મોડાસા પોલીસ.
મોડાસા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી ફેકટરીમાં તિરૂપતી કપાસીયા તેલના માર્કાના સ્ટીકર તેમજ બુચનો ઉપયોગ કરી વપાયેલ તેલના ડબામાં અન્ય તેલ ભરી વેચાણ કરતા એક ઇસમને તેલના ડબા નંગ .૮ સાથે ઝડપી લેતી અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી.
અરવલ્લી જીલ્લામાં બ્રાન્ડેડ નામનુ ડુપ્લીકેટીંગ કરી ચીજવસ્તુઓ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધમાં કોપીરાઇટ એકટ હેઠળના કેસો શોધી કાઢવા આપેલ સુચના હેઠળ , શ્રી સી.એફ.રાઠોડ C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી અરવલ્લી મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. અરવલ્લી મોડાસાના સ્ટાફના અ.હે.કો દિલીપભાઇ રામાભાઇ બ.નં .૩૪ નાઓને બાતમી હકીકત મળેલ કે , મોડાસા જીઆઇડીસી વિસ્તારમાં પ્લોટ નંબર ૧૨૩/૧૨૪ માં આવેલ લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી ફેકટરીમાં જૂના વપરાયેલ તેલના ડબાઓ ઉપર તિરૂપતિ કપાસીયા તેલના સ્ટીકર તથા ડબાના બુચ લગાડી અન્ય તેલ ભરી વેચાણ કરવામાં આવે છે જે અન્વયે સદર જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ નામે અમીતકુમાર કિશનલાલ શાહ ઉ.વ .૪૩ રહે.મોડાસા , ૨૧ , લક્ષ્મીકુંજ સોસાયટી , બસ સ્ટેન્ડ પાછળ , તા.મોડાસા , જી.અરવલ્લી નાઓ રીફાઇન્ડ તિરૂપતિ કપાસીયા તેલ નેટ કવોન્ટીટી ૧૫ કિગ્રા માર્કાવાળા સ્ટીકરનું ડુપ્લીકેટીંગ કરી જુના વપરાયેલ તેલના ડબા નંગ .૮ કુલ કિ.રૂ .૧૮,૮૧૬ / - માં અન્ય તેલ ભરી ઉપર આવા સ્ટીકર લગાડી સાથે તિરૂપતિ કપાસીયા તેલના ડબા ઉપર લગાડવાના સ્ટીકર નંગ .૩૬ તથા ડબાના બુચ નંગ .૩૮ કુલ કિ.રૂ .૦૦ / -ના વેચાણ અર્થે રાખી મળી આવેલ હોઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કોપીરાઇટ એકટ કલમ .૬૩ , ૬૪ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે . આમ , એસ.ઓ.જી.અરવલ્લી - મોડાસા દ્વારા તિરૂપતિ કપાસીયા તેલ માર્કાવાળા સ્ટીકર તેમજ બુચનું ડુપ્લીકેટીંગ કરી વપરાયેલ તેલના ડબાઓમાં અન્ય તેલ ભરી વેચાણ કરતા ઇસમને ઝડપી લઇ સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે . ધરપકડ કરાયેલ આરોપી. અમીતકુમાર કિશનલાલ શાહ ઉ.વ .૪૩ રહે.મોડાસા , ૨૧ , લક્ષ્મીકુંજ સોસાયટી , બસ સ્ટેન્ડ પાછળ , તા.મોડાસા , જી.અરવલ્લી
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.