રાજકોટમાં ખાડા પડી જતા યુવકના મોત મામલે પેટા કોન્ટ્રાકટરની ધરપકડ, પિતાનો આક્ષેપ:’મુખ્ય કોન્ટ્રાકટરને બચાવાનો પ્રયાસ’
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ઓવરબ્રિજ પહેલા હર્ષ ઠક્કર નામનો યુવાન અકસ્માતે ખાડામાં પડી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ. સમગ્ર મામલે મૃતકના પિતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જેમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ તેમજ તપાસમાં જેમના નામ ખૂલે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસે મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓની પૂછપરછ કરી હતી અને રણજીત બિલ્ડકોનના સંચાલકને સમન્સ પણ પાઠવી હાજર રહેવા તાકીદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રણજિત બિલ્ડકોનના સંચાલકને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બિલ્ડરની પૂછપરછ બાદ ગરડર લોન્ચિંગની કામગીરી બાબતે કોની કોની જવાબદારી હતી તે સ્પષ્ટ બાબત જાણવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.