સતાનો મોહ છૂટતો નથી ! શાસક પક્ષના નેતાના નામની નેમ પ્લેટ હજી પણ કારમાં લગાવેલી, નંબર પ્લેટ વગરની કાર સાથે નાખ્યા સીન સપાટા
રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે પરંતુ જૂના પદાધિકારીઓને હજી પણ સતાનો મોહ છૂટતો ન હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે.
પૂર્વ શાસક પક્ષના નેતા વિનુ ઘવા આજે મનપાની જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા. વિનુ ઘવા હવે શાસક પક્ષના નેતા ન હોવા છતાં હજી પણ શાસક પક્ષના નેતાની પ્લેટ લગાવી કારમાં આંટાફેરા કરી રહ્યા છે. આ સાથે તેમણે ટ્રાફિકના નિયમનો પણ ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. નંબર પ્લેટ વગરની કારમાં સિનસપાટા નાખતા આવતા વિનુ ઘવા મનપા કચેરીએ નજરે પડ્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.