( ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ) " ડભોઇ તાલુકાના કુકડ ગામે ખેડૂતો માટે કૃષિ ડ્રોનનું નિદર્શન અને લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો " - At This Time

( ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ) ” ડભોઇ તાલુકાના કુકડ ગામે ખેડૂતો માટે કૃષિ ડ્રોનનું નિદર્શન અને લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો “


રિપોર્ટ -નિમેષ સોની ડભોઈ

ડભોઇ તાલુકાના કુકડ ગામે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે કૃષિ ડ્રોનનું લોન્ચિંગ તેમજ નિદર્શનનો કાર્યક્રમ ડભોઇ - દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા )ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો .આ કૃષિ ડ્રોનના લોન્ચિંગના પ્રારંભનો કાર્યક્રમ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુકડ ગામેથી પ્રારંભ કરાયો હતો. ૧૫૦૦ એકર જમીન ધરાવતા ખેડૂતોને ડ્રોન સેવાનો લાભ મળશે. ઇફકો કિસાન દ્વારા નેનો યુરિયાનો ખેતી માટે જમીનમાં છંટકાવ ડ્રોનની મદદથી થશે. હાલની સરકારની સહાય હંમેશા ખેડૂતો માટે રહેલી છે ." સૌનો સાથ સૌનો વિકાસ " સ્લોગન સાથે આ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને ભાજપ સરકાર ટેકનોલોજીથી સમૃદ્ધ બનાવી રહી છે અને ખેતીમાં ઉત્પાદન અને ઉપજ વધે તેવા અત્યાધુનિક પ્રયત્નો કરવામાં આવી રહયાં છે. જેથી ડભોઇ તાલુકાના ખેડૂતોએ સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ, પ્રદેશ ભાજપા કારોબારીના સભ્ય શશીકાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન, તાલુકા પંચાયત ઉપપ્રમુખ યજ્ઞેશચંદ્ર ઠાકોર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.