માનસિક દિવ્યાંગોની દિવ્યતાથી દિપોત્સવમાં ઘરે ઘરે દીવડાં પ્રજ્જવલિત થશે માનસિક દિવ્યાંગોની દિવ્યતાથી દિપોત્સવમાંઘરે ઘરે દીવડાં પ્રજ્જવલિત થશે - At This Time

માનસિક દિવ્યાંગોની દિવ્યતાથી દિપોત્સવમાં ઘરે ઘરે દીવડાં પ્રજ્જવલિત થશે માનસિક દિવ્યાંગોની દિવ્યતાથી દિપોત્સવમાંઘરે ઘરે દીવડાં પ્રજ્જવલિત થશે


*માનસિક દિવ્યાંગોની દિવ્યતાથી દિપોત્સવમાં ઘરે ઘરે દીવડાં પ્રજ્જવલિત થશે
*દિવાળી નિમિત્તે દિવ્યાંગોને તાલિમ આપી ૨૦૦૦ જેટલા દીવડા તૈયાર કરાયા*

હિંમતનગરમાં આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોને દિવડા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ દિવાળી નિમિત્તે માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા દીવડાઓનું વેચાણ કરવામાં આવશે. આ સંસ્થામાં બાળકોને પ્રવૃતિશીલ રાખવાની સાથે તે પોતે પગભર બને અને ભવિષ્યમાં આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે શિક્ષણની સાથે ઉધોગ તાલીમ આપવામાં આવે છે.
સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલે જણાવ્યુ કે આ સંસ્થામાં ૧૮ વર્ષથી ઉપરના બાળકોને વિવિધ વસ્તુઓનું નિર્માણ કરતા શીખવવામાં આવે છે. આ દિવાળી નિમિત્તે આ બાળકો દ્વારા ૨૦૦૦ જેટલા દીવડા તૈયાર કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે આ બાળકોએ બનાવેલ આ દિવડાઓનું સ્થાનિક કક્ષાએ વેચાણ કરાય છે. આ વેચાણ ન નફો કે ન નુકસાનના ધોરણે કરવામાં આવે છે. ૧૮ વર્ષથી ઉપરના બાળકોને તથા દિકરીઓને પગલુછણીયા, મીણબત્તી, કોડિયા, તોરણ, ઝુમ્મર, કવર, ફુલના બુકે તેમજ રાખડીઓ તથા સિવણની તાલીમ વગેરે આપવામાં આવે છે.
ઉદ્યોગ શિક્ષિકા જીજ્ઞાબેન મહેતા જણાવે છે કે આ માનસિક દિવ્યાંગ બાળકોને આ રીતેનું શિક્ષણ આપવા માટે ખૂબ જ ધીરજ અને ખંતની જરૂર પડે છે. આ દિકરીઓની સતત સાથે રહીને આ કાર્ય કરવું પડે છે. આવી પ્રવૃત્તિ કરવી આ દિકરીઓને ખૂબ ગમે છે. શણગારેલા દીવડામાંથી રેલાતો પ્રકાશ તેમના મનની પવિત્રતાની સુવાસ ફેલાવે છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળ નાનુભાઇ પટેલ ,ડો.વી.એ.ગોપલાણી,જશુભાઇ શાહ, ડો. નટુભાઇ પટેલ, ડો. મહેન્દ્રભાઇ સોની,ડો.ભગુભાઇ પટેલ તથા હિંમતનગરના અગ્રગણ્ય નાગરીકોએ આ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.