રાજકોટ શહેરના 15 વિસ્તારમાં PGVCLના દરોડા, 33 ટીમની ચેકીંગ પ્રક્રિયામાં આજે 79 ક્નેક્શનમાંથી વીજ ચોરી પકડી
રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ રાખવામાં આવી છે. આજે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન 2 હેઠળ રૈયા રોડ અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 33 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસમાં કુલ 81.96 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 21.63 લાખ, બીજા દિવસે 20.57 લાખ, ત્રીજા દિવસે 17.33 લાખ અને આજે 22.43 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.