સાયલાના ગોસળ ગામની તલાવડી વિસ્તારમાં 3 કિલો પોષ ડોડાનો જથ્થો ઝડપાયો.
પોષ ડોડાનો વજન 3,200 ગ્રામ કિ.રૂ.9,600 તથા મોબાઇલ નંગ 1 કિ.રૂ.5000 સહિત એક ઈસમને ઝડપી એન.ડી.પી.એસ નો કેસ શોધી કાઢતી એસ.ઓ.જી પોલીસ
સુરેન્દ્રનગર એસ.ઓ.જી પીઆઇ શ્રી વી વી ત્રિવેદી સાહેબની સૂચના મુજબ એએસઆઈ દાજીરાજસિંહ રાઠોડ, પ્રવિણભાઇ, રવિભાઈ,મહીપતસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી હકીકત મળતા કે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોસળ ગામની તલાવડી સીમ વિસ્તારમાં આરોપી. રાજુભાઈ દિનેશભાઈ કટોસણા, સુરેશભાઈ હકુભાઈ ખાચર પોષ ડોડાનો ગેરકાયદેસર વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે બે સરકારી પંચો સાથે રાખી દરોડો કરતા આરોપી, રાજુભાઈ દિનેશભાઈ કટોસણા વાળો હાજર મળી આવતા પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં ગેરકાયદેસર રીતે 3 કિલો 200 ગ્રામ પોષ ડોડવાનો જથ્થો કિ.રૂ.9,600 નો મુદ્દામાલ મળી આવેલ છે તથા આરોપી સુરેશભાઈ હકુભાઇ ખાચર નાઓ હાજર મળી આવેલ નહીં જેનું એફ.એસ.એલ અધિકારીએ સ્થળ ઉપર પોષ ડોડવાનુ પરીક્ષણ કરી પ્રાથમિક પરીક્ષણ અહેવાલ રિપોર્ટ આપેલ ગુનો કરવામાં આરોપી રાજુભાઈ દિનેશભાઈ કટોસણા જાતે ચુ.કોળી ઉ.35 રહે ગોસળ, સુરેશભાઈ હકુભાઈ ખાચર રહે ગોસળ સાયલા વાળાનાઓ સાથે મળી ગુનો કરવામાં એકબીજાને મદદ કરી મજકુર ઇસમો વિરુદ્ધ એન.ડી.પી.એસ નો ગુનો નોંધી આગળની તપાસ તજવીજ હાથ ધરી છે.
એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.