પાલીતાણા તાલુકાની ખાનગી શાળામાં બનેલ ઘટનાને લઈને જસદણ તાલુકા સેવા સદન ખાતે કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
પાલીતાણા તાલુકાના વાળુડોક નામની સંસ્થામાં ૧૩ માર્ચ ૨૦૨૩ રોજ સંસ્થામાં અભ્યાસ કરતી કૃપાલી ભટુરભાઈ ડોળસિયા નામની કોળી સમાજની યુવતીનો મૃતદેહ સંસ્થાની હોસ્ટેલની અગાસીના કહેવાતા સિંટેકસ પાણીના ટાંકામાંથી મળેલ જે પોલીસ અને સંસ્થાના હોદેદારોએ આત્મહત્યા જાહેર કરેલ પણ તેમાં અનેક કારણો એવા મળ્યા કે આ હત્યા થયેલ છે જેને લઇને જસદણ તાલુકા સેવા સદન ખાતે કોળી સમાજના આગેવાન દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. અને પરિવાર જનોને ન્યાય મળે ઊંડાણથી અને જીણવટભરી તપાસ ઉચ્ચ કક્ષાએ એજન્સી દ્વારા કરવામાં આવે તેવી કોળી સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.