પલકની તસવીર પર ઇબ્રાહિમે આપ્યું રિએક્શન:યુઝર્સે કહ્યું, 'બેકગ્રાઉન્ડ તો પટૌડી પેલેસનું છે', ફરી અફેરની ચર્ચાએ જોર પકડ્યું - At This Time

પલકની તસવીર પર ઇબ્રાહિમે આપ્યું રિએક્શન:યુઝર્સે કહ્યું, ‘બેકગ્રાઉન્ડ તો પટૌડી પેલેસનું છે’, ફરી અફેરની ચર્ચાએ જોર પકડ્યું


ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પોતાની પર્સનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. અફવાઓ વચ્ચે પલકનું નામ સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે જોડાઈ ગયું છે. રુમર્ડ કપલ ફરી એકવાર આ કારણે સમાચારમાં છે. હાલમાં જ પલક તિવારીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. ઈબ્રાહિમે પલકના ફોટા પર 'લુકિંગ ગુડ' કમેન્ટ કરી હતી. ઇબ્રાહિમની કમેન્ટ જોતાં જ આ ચર્ચાનો વિષય બની ગયો હતો. હવે તેના પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સના રિએક્શન
ઈબ્રાહિમની કમેન્ટ પર લોકોએ કહ્યું, 'અમે તમારા આખા પરિવારના ફેન છીએ, પ્લીઝ પહેલાં સક્સેસ ફૂલ થઈ જાઓ.' આ તસવીરોમાં દેખાતું બેકગ્રાઉન્ડ જોઈને લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે પલક જ્યાં બેઠી છે તે તસવીર પટૌડી પેલેસની છે. યૂઝર્સનું કહેવું છે કે, 'પલકે આ તસવીરો પટૌડી પેલેસની ટેરેસ પર ક્લિક કરાવી છે અને અને ખુદ ઈબ્રાહિમે ક્લિક કરી છે.' ઈબ્રાહિમ અને પલક ઘણી વખત કાફે અને રેસ્ટોરાંની બહાર સ્પોટ થાય છે. ઇબ્રાહિમ અલી વર્કફ્રન્ટ
ઈબ્રાહિમ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરન જોહરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'સરઝમીન'થી કરવા જઈ રહ્યો છે. જેમાં કાજોલ પણ જોવા મળશે. આ ફિલ્મના ડિરેક્ટર બોમન ઈરાનીનો પુત્ર કયોજ ઈરાની હશે. આ સિવાય ઈબ્રાહિમ મેડૉક ફિલ્મ્સ અને ધર્મા પ્રોડક્શનના સંયુક્ત પ્રોજેક્ટમાં જોવા મળશે, જેમાં તેની સાથે જાહન્વી કપૂર અને મહિમા મકવાણા પણ જોવા મળશે. આ ફિલ્મ શશાંક ખેતાનના નિર્દેશનમાં બનશે. પલકની વાત કરીએ તો તેણે વર્ષ 2023માં સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.