ધરમનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ - At This Time

ધરમનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ


શહેરના ધરમનગર મેઈન રોડ ઉપર રવિ રેસીડન્સીમાં રહેતો અને કાપડનો ધંધાર્થી ગોપાલ દીનેશભાઈ રાયચુરા (ઉ.28) નામના યુવકે આજે સવારે દસેક વાગ્યાના અરસામાં એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિ. પોલીસને જાણ કરી હતી.
વધુમાં મળેલ વિગતો અનુસાર યુવકે અર્ધ બેભાન હાલતમાં જણાવ્યું હતું કે પોતે 20 ટકા વ્યાજે 2 લાખ રૂપિયા વ્યાજખોર પાસેથી લીધા હતા. વ્યાજખોરે ધાક ધમકી આપવાનું ચાલુ કરતા કંટાળીને પગલું ભર્યું હતું. તેમને પૈસા કોની પાસેથી અને કયાં કારણોસર લીધા તે જાણી શકાયું નથી. તે ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન નોંધી તપાસ આગળ ધપાવશે. વધુમાં જાણવા મળ્યું કે યુવકે અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.