ગૌવંશ ચોરી/કતલ, ઘરફોડ ચોરીઓ તથા મારામારી જેવી અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમની વેરાવળ સીટી પોલીસ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી ગીર સોમનાથનાઓ મારફત મ્હે.
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ
તા.૦૧/૦૮/૨૦૨૨
*:: ગૌવંશ ચોરી/કતલ, ઘરફોડ ચોરીઓ તથા મારામારી જેવી અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમની વેરાવળ સીટી પોલીસ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી ગીર સોમનાથનાઓ મારફત મ્હે. જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને મોકલતા પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા મજકુર આરોપીને પાસા તળે અટકાયત કરી ત્રીજી વખત પાસા હેઠળ જેલમાં ધકેલતી વેરાવળ સીટી પોલીસ::*
💫જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસીંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબનાઓએ અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમોને અંકુશમા લેવા પાસા તેમજ તડીપાર મુકી કડક કાર્યવાહી કરવા બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને
વેરાવળ સીટી પો.સ્ટે. દ્રારા *ગૌવંશ ચોરી/કતલ, ઘરફોડ ચોરી તથા મારામારી જેવી અસામાજીક પ્રવૃતિ આચરતો ઇસમ* કે જે અગાઉ પણ બે વખત પાસા તથા હદપારીમાં જઇ આવેલ *શરીફ ઉર્ફે ભુરો ઇકબાલભાઇ ચિનાઇ પટણી, રહે.વેરાવળ, સોમનાથ ટોકીઝ* વાળા વિરૂધ્ધમાં ગીર સોમનાથ જીલ્લા તથા જુનાગઢ જીલ્લામાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ તથા ઘરફોડ ચોરીઓ તથા મારામારીના આશરે પંદરેક જેટલા ગુન્હાઓ નોંધાયેલ હોય જેથી સદરહું ઇસમ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી *શ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ પોલીસ અધીક્ષકશ્રી ગીર સોમનાથ* નાઓના મારફતે *જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગીર સોમનાથનાઓને* મોકલતા રાજય સરકારના હુકમ તથા ગાઇડલાઇન મુજબ *જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગીર સોમનાથનાઓ* તરફથી પાસા દરખાસ્ત મંજુર થઇ આવેલ હોય જે અન્વયે
💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ સુચનાથી સદરહું આરોપીને પાસા અટકાયતનું વોરંટ તાત્કાલિક બજાવવા સુચના આપેલ હોય જે અન્વયે *એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુ* ને સંયુકતમાં મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે મજકુર ઇસમ- *શરીફ ઉર્ફે ભુરો ઇકબાલભાઇ ચિનાઇ પટણી, ઉ.વ.૨૫, રહે.વેરાવળ, સોમનાથ ટોકીઝ* વાળાને પકડી પાડી પાસા વોરંટની બજવણી કરી પાસા હેઠળ અટકાયત કરી સેન્ટ્રલ જેલ ભુજ ખાતે અટકાયતમાં રાખવા તજવીજ હાથ ધરેલ છે.
💫 *કામગીરી કરનાર અધીકારી/કર્મચારી-* પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવડીયા તથા પો. હેઙ. કોન્સ. નટુભા બસીયા તથા તથા પો.કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ તથા અશોકભાઇ હમીરભાઇ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.